Not Set/ શાકભાજીના ભાવમાં ફરી નોંધાયો વધારો, ગૃહિણીઓની હાલત થઇ કફોડી

દિવસેને દિવસે શાકભાજીના ભાવ બેકાબૂ રીતે વધી રહ્યા છે. સામાન્ય રીતે વરસાદ આવે એટલે શાકભાજીઓની આવક વધે પરંતુ આ વખતે પરિસ્થિતિ વિપરીત થઇ છે. દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં સતત વરસાદના કારણે મહારાષ્ટ્ર તરફથી આવતી શાકભાજીની ટ્રકો ફસાઈ ગઇ હતી. ત્યારબાદ ટ્રાન્સપોર્ટેશનની હડતાલ પડી હતી. જેના કારણે શાકભાજીની અવાકમાં ખુબ ઘટાડો નોંધાયો હતો. કેટલાક વરસાદમાં ફસાઇ […]

Top Stories Ahmedabad Gujarat
http 2F2Fprod.static9.net .au2F 2Fmedia2FNetwork2FImages2F20172F072F252F102F552F170725 coach vegetables શાકભાજીના ભાવમાં ફરી નોંધાયો વધારો, ગૃહિણીઓની હાલત થઇ કફોડી

દિવસેને દિવસે શાકભાજીના ભાવ બેકાબૂ રીતે વધી રહ્યા છે. સામાન્ય રીતે વરસાદ આવે એટલે શાકભાજીઓની આવક વધે પરંતુ આ વખતે પરિસ્થિતિ વિપરીત થઇ છે.

દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં સતત વરસાદના કારણે મહારાષ્ટ્ર તરફથી આવતી શાકભાજીની ટ્રકો ફસાઈ ગઇ હતી. ત્યારબાદ ટ્રાન્સપોર્ટેશનની હડતાલ પડી હતી. જેના કારણે શાકભાજીની અવાકમાં ખુબ ઘટાડો નોંધાયો હતો. કેટલાક વરસાદમાં ફસાઇ જવાના બીકે ટ્રકોમાં શાકભાજી કે કોઇ સામાન જ નથી ભરતા જેના કારણે બજારમાં શાકભાજી સહિત અનેક જીવન જરૂરી સામાનોની અછત વર્તાતા તેના ભાવોમાં વધારો થયો છે.

શાકભાજી બજારમાં અમદાવાદ સુધી પણ અસંખ્ય ટ્રકો આવી નથી. ત્યારે શાકભાજીની આવકમાં ઘટાડો થતા અમદાવાદમાં શાકભાજીઓના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. પરિણામે ગૃહિણીઓ સહિત પરિવારોનું બજેટ ખોરવાઇ જતા હાલત કફોડી થઇ છે. હાલના શાકભાજીના ભાવ પર નજર કરીયે તો………..

શાકભાજી        જૂનો ભાવ(કિલો ) નવો ભાવ (કિલો )
ગુવાર 30-35 40-45
ભીંડા 35-40 50-60
ભીંડા 35-40 50-60
 મરચા 10-12 25-30
કોથમીર 20-25 80-85
રીંગણ 5-8 15-20
કારેલા 25-35 25-35
ટામેટા 10-12 35-40
ચોળી 25-30 35-40
દૂધી 8-10 15-20
ગલકા 12-15 25-30
બટાકા 20-25 30-35
કોબીઝ 5-8 12-15
ફ્લાવર 20-25 35-40

શાકભાજીઓના ભાવ વિશે જાણીને આપને ઝાટકો લાગ્યો હશે, પરંતુ જો વાત કરવા જઈએ તો શાકભાજી પર સીધી અસર વરસાદની થઇ રહી છે. શાકભાજી ઘર સુધી પહોંચતા પહોંચતા હોલસેલ બાઝાર કરતા 30% ભાવ વધી જાય છે.

એટલે કે જો સામાન્ય બટાકાની વાત કરીએ તો તેની કિંમત 25 રૂપિયા અને ડુંગળીની વાત કરીએ તો તેની કિંમત 25 થી 30 થઇ જાય છે. વેપારીઓ પણ માની રહ્યા છે કે બજારમાં વધેલા ભાવ પાછળ વરસાદ જવાબદાર છે. જ્યારે જો આજ પ્રકારે વરસાદ વરસતો રહ્યો અને રોડ ખુલ્યા નહિ તો આવનારા દિવસોમાં હજુ પણ વધુ ભાવ વધારો થઇ શકે છે.