Not Set/ શાકભાજીના ભાવ સ્થિર, હાલ નહીં થાય ભાવમાં વધારો

હાલમાં ચોમાસાની સિઝન છે પરંતુ હમણાં વરસાદ પાછો ખેંચાયો છે.  જેથી શાકભાજીના ભાવ સ્થિર છે.

Top Stories Business
શાકભાજી 1 શાકભાજીના ભાવ સ્થિર, હાલ નહીં થાય ભાવમાં વધારો

ગૃહિણીઓની ચિંતામાં ઘટાડો થયો છે. વધતી જતી મોંઘવારી વચ્ચે હવે શાકભાજીના ભાવ હમણાં નહીં વધે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદ પાછો ખેંચાતા શાકભાજીના ભાવ સ્થિર રહેશે.

vepar chopat 4 3 શાકભાજીના ભાવ સ્થિર, હાલ નહીં થાય ભાવમાં વધારો

  • વરસાદ પાછો ખેંચાતા ભાવ સ્થિર
  • ગૃહિણીઓની ચિંતામાં ઘટાડો

હાલમાં ચોમાસાની સિઝન છે પરંતુ હમણાં વરસાદ પાછો ખેંચાયો છે.  જેથી શાકભાજીના ભાવ સ્થિર છે.  જેથી મોંઘવારીમાં પણ બજેટ નહીં ખોરવાય. કારણ કે વરસાદ નહિવત હોવાના કારણે શાકભાજી બહારથી આવી રહ્યા છે. જેથી હોલસેલ બજારમાં ભાવ સ્થિર છે.  ગુજરાતના બજારોમાં અત્યારે લગભગ શાકભાજી કર્ણાટક, રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર થી આવે છે.  પેટ્રોલના ભાવ વધ્યા એ વાત ચોક્કસ છે પરંતુ વરસાદ નહીં હોવાના કારણે હાલમાં ભાવ વધારો નથી થાય.

શાકભાજી 3 શાકભાજીના ભાવ સ્થિર, હાલ નહીં થાય ભાવમાં વધારો

લગભગ શાકભાજી અત્યારે બહારથી આવે છે.  શાકભાજીના ભાવ પર નજર કરીએ તો ગવાર કે જે 30 થી 35 રૂપિયે મળે છે,  જે મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી આવે છે.  ટમેટા નો ભાવ 15 થી 18 રૂપિયા છે.  જે કર્ણાટક અને મહારાષ્ટ્રથી આવે છે.  કોથમીર 15 થી 20 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે જે પણ મહારાષ્ટ્રથી આવે છે.  તો લીલા મરચા મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી આવે છે.   જે 35 થી 40 રૂપિયે વેચાણ થઈ રહ્યા છે.  ડુંગળી નાસીકથી આવે છે.  એ 15 થી 20 રૂપિયા વેચાણ થઈ રહ્યું છે.  ફુલાવર અને કોબીઝ કે જે 18 થી 25 રૂપિયે વેચાય છે એ મહારાષ્ટ્ર અને કર્ણાટકથી આવે છે. આ સિવાયના શાકભાજી જેવા કે બટેટા, રીંગણ, દૂધી, ભીંડા, ગલકા, જેવા શાકભાજી ગુજરાતના અલગ અલગ પંથકમાંથી બજારમાં ઠલવાઇ રહ્યા છે, જેના ભાવ અન્ય શાકભાજી કરતા ઊંચા છે.

vepar chopat 4 2 શાકભાજીના ભાવ સ્થિર, હાલ નહીં થાય ભાવમાં વધારો

આમ રાજ્યમાં એક તરફ વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે બીજી તરફ શાકભાજીના ભાવ હાલ પૂરતા કાબુમાં છે જેને લઈને ગૃહિણોની ચિંતામાં ઘટાડો થયો છે.