Not Set/ ભાવનગરમાં જીએસટી વિભાગ દ્વારા વાહનો ડીટેઈન કર્યા

ભાવનગર જી એસ ટી. વિભાગ દ્વારા વેરાની ચોરી કરતા લોકોની સામે પગલા ભરવાનું જોર શોરથી શરૂ કર્યું છે . જીએસટી ચોરી કરતા લોકોને ઝડપી લેવા માટે મોબાઇલ સ્કવોડની પણ રચના કરવામાં આવી છે. જેમાં ઓવરલોડીંગ અને બિલ વગર લઇ જવાતો માલસામાન વાળા નવ વાહનો વેરા વિભાગે ઝડપી લીધા હતા. અને તમામ વાહનો ડીટેઇન કરી બહુમાળી […]

Gujarat Others
WhatsApp Image 2021 03 17 at 9.37.03 PM ભાવનગરમાં જીએસટી વિભાગ દ્વારા વાહનો ડીટેઈન કર્યા

ભાવનગર જી એસ ટી. વિભાગ દ્વારા વેરાની ચોરી કરતા લોકોની સામે પગલા ભરવાનું જોર શોરથી શરૂ કર્યું છે . જીએસટી ચોરી કરતા લોકોને ઝડપી લેવા માટે મોબાઇલ સ્કવોડની પણ રચના કરવામાં આવી છે. જેમાં ઓવરલોડીંગ અને બિલ વગર લઇ જવાતો માલસામાન વાળા નવ વાહનો વેરા વિભાગે ઝડપી લીધા હતા. અને તમામ વાહનો ડીટેઇન કરી બહુમાળી ભવન ખાતે મુકી દેવામાં આવ્યા હતા, જે પૈકી એક વાહનના માલિકે સાત લાખ ઉપરાંતનો દંડ ભરી પોતાનું વાહન છોડાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગ૨ જી એસટી વિભાગ દ્વારા સિહોર, અધેલાઈ, અલંગ રોડ સહીત હાઇવે પરથી ઓવરલોડીંગ જતા તેમજ બિલ આઇશર, તેમજ યુટીલીટી વગર માલસામાનની હેરફેર કરી સહિતના નવ વાહનો મોબાઈલ ટેક્સ ચોરી કરતા ટ્રક, ટ્રેક્ટર, સહિતના વાહનો સ્કવોડ અને અધિકારીઓ દ્વારા ઝડપી લેવાયા હતા. અને તમામ વાહનો ડિટેઇન કરી બહુમાળી ભવનમાં મુકી દેવાયા હતા. જે પૈકી એક વાહનના માલિકે આજે રૂા. ૭.૭૦ લાખ જેવી દંડનીય રકમ ભરી પોતાનું વાહન છોડાવી લીધું હતું જ્યારે અન્ય વાહનોના માલિકો પોતાના વાહનો છોડાવવા આવવાના બાકી હોવાનું જાણવા મળેલ છે. જીએસટી વિભાગ દ્વારા વાહનો ડિટેઇન કરવાની કામગીરી શરૂ કરાતા ટેક્સ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.