international news/ માદુરોની ધરપકડ પહેલાં જ વેનેઝુએલાના તેલનો સોદો? અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સનું નામ આવતાં તપાસ શરૂ

Venezuela Oil Deal: નિકોલસ માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાના તેલના વેચાણ માટે વિટોલ કંપનીને લાઇસન્સ મળતાં વિવાદ ઊભો થયો છે. જેડી વેન્સ અને ઉદ્યોગપતિ જ્હોન એડિસન વચ્ચેની કથિત મુલાકાતના આરોપો બાદ અમેરિકી સેનેટે તપાસ શરૂ કરી છે.

Top Stories World
Venezuela Oil Deal: વેન્સના તેલ સોદામાં 3 લાખ ડોલરના રાજકીય દાનનો મુદ્દો, અમેરિકી સેનેટની તપાસથી BIG POLITICAL CONTROVERSY

World News: વેનેઝુએલાના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ દેશના તેલના વેચાણની જવાબદારી ખાનગી કંપનીઓને સોંપવામાં આવી (Venezuela Oil Deal) હતી. આ કામ માટે દુનિયાની મોટી કોમોડિટી ટ્રેડિંગ કંપનીઓમાંની એક વિટોલને પણ લાઇસન્સ મળ્યું હતું. હવે આ સોદાને લઈને અમેરિકામાં રાજકીય વિવાદ ઊભો થયો છે. આરોપ છે કે કંપનીને સરકારી કોન્ટ્રાક્ટ અપાવવામાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની ભૂમિકા હતી. આ મામલે અમેરિકી સેનેટે તપાસ શરૂ કરી છે.

રોયટર્સના અહેવાલ અનુસાર, માદુરોની ધરપકડ પહેલાં જ વેન્સ અને વિટોલ સાથે જોડાયેલા ઉદ્યોગપતિ જ્હોન એડિસન વચ્ચે વેનેઝુએલાના તેલના વેચાણ અંગે ચર્ચા થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સોદાથી વિટોલને કરોડો ડોલરનો નફો થયો હોવાનો અંદાજ છે.

Venezuela Oil Deal: વેન્સને 14 ડિસેમ્બર સુધીમાં દસ્તાવેજો આપવા માગ

અમેરિકી સેનેટર મેગી હસને આ મામલે તપાસ શરૂ કરી છે. તેમણે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ (JD Vance) પાસેથી સંબંધિત બેઠકો, વાતચીત અને તેલ વેચવાના લાઇસન્સ સાથે જોડાયેલા દસ્તાવેજો માગ્યા છે. આ દસ્તાવેજો 14 ડિસેમ્બર સુધીમાં રજૂ કરવા જણાવાયું છે.

જોકે, વેન્સના પ્રવક્તાએ જ્હોન એડિસન સાથેની કથિત મુલાકાતના આરોપોને ખોટા ગણાવ્યા છે. અમેરિકાના ઊર્જા વિભાગે પણ જણાવ્યું છે કે વિટોલની પસંદગી તેની ક્ષમતાના આધારે કરવામાં આવી હતી.

ફ્લાઇટ રેકોર્ડમાં એક જ એરપોર્ટનો ઉલ્લેખ

આ મામલે મેગી હસને (Maggie Hassan) વધુ એક મહત્ત્વનો દાવો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, કથિત મુલાકાતના દિવસે જ્હોન એડિસનનું ખાનગી વિમાન અને જેડી વેન્સનું સરકારી વિમાન મોન્ટાનાના એક જ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં.

જોકે, વેન્સ અને એડિસન બંનેએ મુલાકાત થઈ હોવાનો ઇનકાર કર્યો છે. આથી હવે તપાસમાં બંને વચ્ચે ખરેખર કોઈ વાતચીત થઈ હતી કે નહીં અને તેલના સોદા સાથે તેનો કોઈ સંબંધ હતો કે નહીં તે મહત્ત્વનું બન્યું છે.

માદુરોની ધરપકડથી તેલના લાઇસન્સ સુધીની આખી સમયરેખા

27 ડિસેમ્બર 2025: મોન્ટાનાના યલોસ્ટોન ક્લબમાં જેડી વેન્સ અને વિટોલ સાથે જોડાયેલા જ્હોન એડિસનની કથિત મુલાકાત થઈ હોવાનો દાવો. આ દરમિયાન વેનેઝુએલાના તેલના વેચાણ અંગે ચર્ચા થઈ હોવાની માહિતી સામે આવી.

3 જાન્યુઆરી 2026: અમેરિકાએ વેનેઝુએલામાં સૈન્ય કાર્યવાહી કરીને નિકોલસ માદુરોની ધરપકડ કરી.

5 જાન્યુઆરી 2026: અમેરિકાના ઊર્જા મંત્રી ક્રિસ રાઇટે જ્હોન એડિસનને ફોન કરીને વિટોલ વેનેઝુએલાનું તેલ વેચવાનું કામ કરવા ઇચ્છે છે કે નહીં તે અંગે પૂછ્યું.

9 જાન્યુઆરી 2026: વિટોલ અને બીજી કંપની ટ્રાફિગુરાને વેનેઝુએલાનું તેલ વેચવા માટે વિશેષ લાઇસન્સ મળ્યાં.

રાજકીય દાન અને તેલના સોદા વચ્ચેના સંબંધની તપાસ

રોયટર્સના અહેવાલ મુજબ, જ્હોન એડિસને વર્ષ 2022માં જેડી વેન્સની સેનેટ ચૂંટણી સાથે જોડાયેલી રાજકીય સમિતિને 3 લાખ ડોલરનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ 2024માં એડિસન અને તેમની પત્નીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી અભિયાનને સમર્થન આપતાં રાજકીય જૂથોને 70 લાખ ડોલરનું યોગદાન આપ્યું હતું.

હવે સેનેટ તપાસમાં આ રાજકીય સંબંધો અને વિટોલને મળેલા તેલ વેચાણના લાઇસન્સ વચ્ચે કોઈ સંબંધ હતો કે નહીં તેની તપાસ (Venezuela Oil Investigation) કરવામાં આવશે.


આ પણ વાંચો: વેનેઝુએલામાં ભૂકંપથી મૃત્યુઆંક 920ને પાર, 50 હજારથી વધુ લોકો લાપતા

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત; વેનેઝુએલા સાથેના ઓઇલ કરારથી અમેરિકાને મળશે સસ્તું તેલ

આ પણ વાંચો: વેનેઝુએલામાં સદીનો સૌથી ભયાનક ભૂકંપ: મૃત્યુઆંક 188 પર પહોંચ્યો, 1500 ઇજાગ્રસ્ત