Not Set/ દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાશે,ટ્વિટર પર કરી સત્તાવાર જાહેરાત

કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપનાર જયરાજસિંહ પરમારે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તેઓ ભાજપમાં જોડાશે

Top Stories Gujarat
13 14 દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાશે,ટ્વિટર પર કરી સત્તાવાર જાહેરાત

કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપનાર જયરાજસિંહ પરમારે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તેઓ ભાજપમાં જોડાશે,તેમમે આ માહિતી તેમના ટ્વિટર હેન્ડલ પરથી આપી હતી, તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે 22 ફેબ્રુઆરીએ મંગળવારના રોજ ગાંધીનગરના કમલમ મુકામે તે ભાજપમાં જોડાશે. તે ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ભગવો ખેસ ધારણ કરશે.

ઉલ્લેખનીય છે કે  રાજ્યના દિગ્ગજ નેતા જ્યરાજસિંહ કોંગ્રસમાંથી રાજીનામું આપ્યું છે.પાર્ટીના તમામ હોદ્દા પરથી આપ્યુ રાજીનામું,કાર્યકરોને સંબોધતો પત્ર પણ લખ્યો હતો ,સત્તાવાર રીતે ભાજપમાં ટૂંક સમયમાં જોડાઇ જશે,જ્યરાજસિંહે રાજીનામાની કરી છે જાહેરાત.બે દિવસમાં ભાજપમાં જોડાઇ જશે,ત આગામી વિધાનસભાની ચૂંટણી માટે તમને ખેરાલુ બેઠક પરથી ટિકિટ મળી શકે છે.ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ઘારણ કરશે

ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે એક ટ્વીટ એવું કર્યું કે, ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, અગાઉ જયરાજસિંહ પરમાર કોંગ્રેસ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યારે તેમના આ સૂચક ટ્વીટથી અનેક વાતો વહેતી થઈ છે. કોંગ્રેસમાંથી વિધિવત રીતે તેમણે રાજીનામું આપી દીધુ છે,