શપથ/ સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાને ધારાસભ્ય તરીકે લીધા શપથ,વિધાનસભા સત્રમાં રહેશે હાજર

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. તેમને વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાનાએ શપથ લેવડાવ્યા હતા.

Top Stories India
10 18 સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાને ધારાસભ્ય તરીકે લીધા શપથ,વિધાનસભા સત્રમાં રહેશે હાજર

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. તેમને વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાનાએ શપથ લેવડાવ્યા હતા. પિતા, પુત્ર અને સ્વર ટાંડા (સુઆર) સીટના ધારાસભ્યની સાથે અબ્દુલ્લા આઝમે પણ ધારાસભ્ય તરીકે શપથ લીધા.

ભૂતકાળમાં જેલમાંથી બહાર આવેલા આઝમ ખાન જેલમાં રહેવાને કારણે પોતાના ધારાસભ્ય પદના શપથ લઈ શક્યા ન હતા. વિધાનસભા સત્રમાં તેઓ સામેલ થવા અંગે શંકા હતી, પરંતુ રવિવારે મોડી રાત્રે આઝમ ખાન તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ સાથે લખનૌ આવ્યા હતા.આજે ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા,હાલ તેઓ અખિલેશ યાદવથી ગણા નારાજ ચાલી રહ્યા છે, આવનાર દિવસોમાં આઝમ ખાન રાજકારણનાી સમીકરણના સોંગઠા કેવી રીતે સેટ કરે છે એ તો આવનાર સમય જ બતાવશે.

આ પહેલા તેણે મીડિયા સાથે વાત કરતા ઘણા સવાલોના ખુલ્લા જવાબ આપ્યા હતા. આઝમ ખાને અખિલેશ યાદવને મળવા આવવા વિશે કહ્યું હતું કે મહેમાન મહેમાન છે. સાથે જ, સપાના વરિષ્ઠ નેતાએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન જે પણ કરવામાં આવ્યું છે તેના માટે તેઓ આભાર માને છે.