Controversy/ VHP એ સૈફ અલી ખાનની જીભ કાપી નાખવાની આપી ધમકી, જાણો કારણ

ફિલ્મોમાં ઘણીવાર પાત્ર તો ઘણીવાર ઈતિહાસ સાથે ચેડા કરવામાં આવતા વિવાદમાં આવી જાય છે. જેના ફળ સ્વરૂપે કલાકરો ઉપર આફત આવી જાય છે. જો કે ઘણીવાર આ આફતને ટાળવા માટે કલાકાર માફી સુધી પણ માંગી દે છે. તાજેતરમાં સૈફ અલી ખાન વિવાદમાં આવી ગયો છે. બોલિવૂડમાં કોઇ ઐતિહાસિક ઘટનાઓ પર જ્યારે ફિલ્મ બનાવવામાં આવે છે […]

India
corona 68 VHP એ સૈફ અલી ખાનની જીભ કાપી નાખવાની આપી ધમકી, જાણો કારણ

ફિલ્મોમાં ઘણીવાર પાત્ર તો ઘણીવાર ઈતિહાસ સાથે ચેડા કરવામાં આવતા વિવાદમાં આવી જાય છે. જેના ફળ સ્વરૂપે કલાકરો ઉપર આફત આવી જાય છે. જો કે ઘણીવાર આ આફતને ટાળવા માટે કલાકાર માફી સુધી પણ માંગી દે છે. તાજેતરમાં સૈફ અલી ખાન વિવાદમાં આવી ગયો છે.

બોલિવૂડમાં કોઇ ઐતિહાસિક ઘટનાઓ પર જ્યારે ફિલ્મ બનાવવામાં આવે છે ત્યારે ઘણીવાર કઇંક એવા મસાલા નાખવામાં આવે છે જેનાથી જનતાને સીધો આઘાત લાગતો હોય છે. આવી જ એક ફિલ્મ આદિપુરષમાં હવે સૈફ અલી ખાન વિવાદમાં આવી ગયો છે. આપને જણાવી દઇએ કે, રામ કદમે એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે, ‘સૈફ અલી ખાને તેની આગામી ફિલ્મ આદિપુરુષ વિશે ખૂબ જ આઘાતજનક નિવેદન આપ્યું છે. આ ફિલ્મમાં રાવણની ભૂમિકા નિભાવતા સૈફે કહ્યું હતું કે, રાવણ દ્વારા સીતા માતાનું અપહરણ આ ફિલ્મમાં યોગ્ય રહેશે. ફિલ્મ ‘આદિપુરુષ’ વિવાદોમાં ઘેરાયેલી લાગે છે. મહારાષ્ટ્ર ભાજપનાં નેતા રામકદમે કહ્યું છે કે, જો ફિલ્મ હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરે તો ભાજપ તેને સહન કરશે નહીં.

રામ કદમે પોતાના નિવેદનમાં અભિનેતા સૈફ અલી ખાન અને દિગ્દર્શક ઓમ રાઉતને ધમકી આપી છે. તેટલુ જ નહી વિશ્વ હિન્દુ પરિષદે પણ સૈફ અલી ખાનને ધમકી આપી છે. વિહીપે ધમકી  આપતા કહ્યું છે કે, ફિલ્મમાં સીતા માતા વિશે દર્શાવાશે તો વિહીપ એક્શનમાં આવશે. સૈફ અલી ખાનની જીભ કાપી નાંખીશું. વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે સૈફ અલી ખાનને ધમકી આપી છે કે, જો ફિલ્મમાં માતા સીતાની વિરુદ્ધ કંઈ પણ વિવાદાસ્પદ બતાવવામાં આવ્યું તો સૈફ અલી ખાનની જીભ કાપી લેવામાં આવશે. સૈફ અલી ખાન તેમજ તેમનો આખો પરિવાર રાવણ છે. સૈફ અલી ખાને પુત્રનું નામ પણ તૈમૂરના નામ પર રાખ્યું છે. સૈફ અલી ખાન દેશ વિરોધી માનસિકતાવાળા છે. આ રામનો દેશ છે. રાવણનો નથી.

આપને જણાવી દઇએ કે, ફિલ્મ આદિપુરુષમાં સૈફ અલી ખાન સાઉથ સ્ટાર પ્રભાસની સાથે જોવા મળશે. ઓમ રાઉત દિગ્દર્શિત આ મૂવીમાં સૈફ રાવણ (લંકેશ) ની ભૂમિકા ભજવશે. પોતાની ફિલ્મ વિશે વાત કરતા સૈફે સીતા હરણ વિશે એક ઈન્ટરવ્યુમાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. આ નિવેદન વાયરલ થતાંની સાથે જ સૈફે યુઝર્સના નિશાને લગાવ્યો અને ટ્રોલિંગનો શિકાર બન્યો. મામલો આગળ વધતાં સૈફે આજે માફી માંગી છે. તાજેતરમાં સૈફ અલીખાને એક ઇન્ટરવ્યૂહમાં આદિપુરુષમાં પોતાના પાત્ર અંગે વાત કરતા કહ્યુ કે, ફિલ્મમાં રાવણનું પાત્ર ખરાબ નથી પરંતુ માનવીય અને રસપ્રદ દેખાડવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ કે, એક આવા રાક્ષસ રાજાનું પાત્ર ભજવવુ રસપ્રદ છે પરંતુ અમે તેને દયાળુ બનાવી દઇશુ, જેમાં સીતાના હરણને ન્યાયસંગત દેખાડવામાં આવશે અને રાવણના રામ સાથેના યુદ્ધને એક બદલાની ભાવના સ્વરૂપે દેખાડીશુ જે લક્ષ્મણ દ્વારા તેની બહેન સૂપર્ણખાનું નાક કાપવા બદલ લડ્યુ હતુ.

સૈફ અલી ખાને ફિલ્મ આદિપુરુષને લઈને આપેલા નિવેદન પર માંગી માફી, કહ્યું – ‘મને બિલકુલ ખ્યાલ નહતો કે…’

બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસ: PM મોદીએ કહ્યું – અમે આંબેડકરના સપના પૂરા કરવા કટિબદ્ધ…

ભાજપ સાથે સારા સબંધ હોત તો આજે પણ CM હોત, કોંગ્રેસ સાથે જોડાણથી બધુ ગુમાવ્યું – કુમારસ્વામી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો