Not Set/ VIDEO : જીત બાદ ઈમરાન ખાને પોતાના પ્રથમ ભાષણમાં શું કહ્યું, જાણો, માત્ર એક ક્લિક પર

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં વિજય હાંસલ કર્યા બાદ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇમરાન ખાન હવે પોતાના દેશના આગામી કેપ્ટન બનવા જઈ રહ્યા છે. સામાન્ય ચૂંટણીમાં પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફના પ્રમુખ ઇમરાન ખાને પહેલીવાર જનતાને સંબોધિત કરી હતી. #WATCH: PTI chief Imran Khan addresses the media in Islamabad. #PakistanElections2018 https://t.co/6Qb8AlhzZt— ANI (@ANI) July 26, 2018 જાહેર જનતા પહેલીવાર […]

Trending Videos
imran khan pak 7591 VIDEO : જીત બાદ ઈમરાન ખાને પોતાના પ્રથમ ભાષણમાં શું કહ્યું, જાણો, માત્ર એક ક્લિક પર

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં વિજય હાંસલ કર્યા બાદ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇમરાન ખાન હવે પોતાના દેશના આગામી કેપ્ટન બનવા જઈ રહ્યા છે. સામાન્ય ચૂંટણીમાં પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફના પ્રમુખ ઇમરાન ખાને પહેલીવાર જનતાને સંબોધિત કરી હતી.

જાહેર જનતા પહેલીવાર સંબોધતા ઇમરાન ખાને જણાવ્યું, “આઝમ મોહમ્મદ અલી ઝીન્નાના સપનાનું પાકિસ્તાન બનાવીશું અને આં ક્ષેત્રની ખુશી માટે જરૂરી છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચે દોસ્તી હોય”.

આ ઉપરાંત તેઓએ જણાવ્યું, “જો ભારત ઈચ્છે તો પાકિસ્તાન દોસ્તી અને ડાયલોગ માટે તૈયાર છે”.

PTIના ચીફ ઇમરાન ખાને પોતાના ભાષણમાં જણાવ્યું,

તેઓ દેશને માનવીયતા ભર્યો બનાવશે અને અમે નબળાવર્ગના લોકો માટે કામ કરીશું.

અલ્લાહે મને મૌકો આપ્યો છે, પાકિસ્તાનની સેવાનો મૌકો મળ્યો, પાકિસ્તાન માટે ૨૨ વર્ષ સંઘર્ષ કર્યો, ત્યારે હું પાકિસ્તાનને મદીના જેવું બનાવવા માંગું છું.

હું પાકિસ્તાનએ કરેલા વાયદાને નિભાવીશ. પોતાના ઘોષણાપત્ર લાગુ કરવાનો મૌકો મળ્યો. અ ચૂંટણીમાં કેટલાક લોકોએ પોતાની કુર્બાની આપી છે અને પાકિસ્તાનના લોકતંત્રને મજબૂત બનાવ્યું છે.

ભારતનો ઉલ્લેખ કરતા ઇમરાને કહ્યું કે હિન્દુસ્તાન માં મને બોલિવૂડનો વિલન દેખાડવામાં આવ્યો છે. હું હિન્દુસ્તાન ને ખુબ સારી રીતે જાણું છું. કાશ્મીર એક મોટી સમસ્યા છે. આ મામલાને હલ કરવો જરૂરી છે. હું ઈચ્છું છું કે ભારત સાથે સારા સંબંધો હોય. અને વાતચીતને આગળ વધારવા માંગુ છું.