Not Set/ #Video / Bigg Boss 13 સ્ટાર સિદ્ધાર્થ શુક્લાએ તેના ફેમસ ડાયલોગમાં વીડિયો કર્યો શેર, અકેલા થા…

‘બિગ બોસ 13‘ વિજેતા સિદ્ધાર્થ શુક્લા એ શો દરમિયાન પ્રેક્ષકોનું ઘણું મન જીતી લીધું છે. અભિનેતાએ શો માં રહેતા ટ્રોફી તો પોતાના નામે કરી જ પરંતુ તેને આ ટ્રોફી એટલી આસાનીથી ન મળી શકી. મિત્રતા, દુશ્મનાવટ, ઝગડો, નોમિનેશન અને ઘણાં વિરામ બાદ સિદ્ધાર્થ શુક્લા આ તબક્કે પહોંચી શક્યો છે. બિગ બોસમાં રહેતા સમયે તેનો એક […]

Uncategorized
b05ef5d231cf0f117625b96f83f7514b #Video / Bigg Boss 13 સ્ટાર સિદ્ધાર્થ શુક્લાએ તેના ફેમસ ડાયલોગમાં વીડિયો કર્યો શેર, અકેલા થા...

બિગ બોસ 13વિજેતા સિદ્ધાર્થ શુક્લા એ શો દરમિયાન પ્રેક્ષકોનું ઘણું મન જીતી લીધું છે. અભિનેતાએ શો માં રહેતા ટ્રોફી તો પોતાના નામે કરી જ પરંતુ તેને આ ટ્રોફી એટલી આસાનીથી ન મળી શકી. મિત્રતા, દુશ્મનાવટ, ઝગડો, નોમિનેશન અને ઘણાં વિરામ બાદ સિદ્ધાર્થ શુક્લા આ તબક્કે પહોંચી શક્યો છે. બિગ બોસમાં રહેતા સમયે તેનો એક ડાયલોગ ઘણો ફેમસ થયો હતો, જેમા તે કહે છે કે, હું એકલો હતો, હું એકલો છું, હું એકલો રહીશ અને દરેક એકલાથી જ લોકોની ફાટે છે.બિગ બોસ 13 માં આ ડાયલોગ ખૂબ જ પ્રખ્યાત થયો હતો. ખાસ વાત એ છે કે આ ડાયલોગ પર સિદ્ધાર્થ શુક્લાએ એક વીડિયો પણ બનાવ્યો છે.

આ સિદ્ધાર્થ શુક્લાનો ટિકટોક વીડિયો છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં પણ સિદ્ધાર્થ શુક્લા કહે છે, “હું એકલો હતો, હું એકલો છું, હું એકલો રહીશ અને દરેક એકલાથી લોકોની ફાટે છે.” આ વીડિયોમાં સિદ્ધાર્થ શુક્લા વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. વળી, પોસ્ટમાં તેની સ્ટાઇલ ખૂબ જ સુંદર લાગી રહી છે. આપને જણાવી દઇએ કે, આ સિવાય સિદ્ધાર્થ શુક્લાનાં બિગ બોસમાં રહીને ઘણા ડાયલોગ પ્રખ્યાત થયા છે. ઉદાહરણ તરીકે, “અગર મે કિંગ હૂ તો કોઇ મેરા તખ્તા પલટ નહી કર સકતા”, “કુત્તા પાલો, બિલ્લી પાલો પર ગલતફહમી મત પાલો.”

@sidharth_shukla_01

Who Loves This Dialogue ? ♡ ##SidharthShukla

♬ original sound – Sidharth Shukla

તાજેતરનાં એક ઇન્ટરવ્યું દરમિયાન સિદ્ધાર્થ શુક્લાએ જણાવ્યું હતું કે લોકડાઉનનાં કારણે તેની પાસે કોઈ કામ નથી. પરંતુ આ દૈનિક વેતન કામદારોનાં દૈનિક સંઘર્ષની તુલનામાં કંઈ નથી. બિગ બોસ પછી સિદ્ધાર્થ શુક્લા પણ પ્રખ્યાત સિંગર દર્શન રાવલનાં ગીતમાં જોવા મળ્યો હતો. સિધ્ધાર્થ શુક્લા સાથે શહનાઝ ગિલની જોડી પણ આ ગીતમાં જોવા મળી હતી. આપને જણાવી દઇએ કે, બિગ બોસ 13 પહેલા સિદ્ધાર્થ શુક્લા ખતરો કે ખિલાડીની ટ્રોફી પણ પોતાના નામે કરી ચૂક્યો છે. આ સિવાય તે બોલિવૂડની ઘણી ફિલ્મ અને ટીવી સિરિયલોમાં પણ જોવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.