Not Set/ વીડિયો/ ભાજપ સાંસદ પરવેશ વર્માએ શાહીન બાગ પ્રદર્શનકારીઓની સરખામણી કરી Rapist સાથે

ભાજપનાં નેતાઓ અને વિવાદ બન્નેને કોઇ ખાસ સંબંધ હોય તેવુ ઘણા સમયથી જોવા મળી રહ્યુ છે. ગઇ કાલે સોમવારનાં રોજ ભાજપનાં સાંસદ અનુરાગ ઠાકુરે એક મંચ પરથી વિવાદિત નારા લગાવ્યા હતા જેના પર આજે ચૂંટણી આયોગે રિપોર્ટ માંગ્યો છે. આ વિવાદિત નિવેદન બાદ ભાજપનાં એક અન્ય સાંસદ પરવેશ વર્માએ પણ વિવાદિત નિવેદન આપવામાં જાણે અનુરાગ […]

Top Stories India
Parvesh Verma વીડિયો/ ભાજપ સાંસદ પરવેશ વર્માએ શાહીન બાગ પ્રદર્શનકારીઓની સરખામણી કરી Rapist સાથે

ભાજપનાં નેતાઓ અને વિવાદ બન્નેને કોઇ ખાસ સંબંધ હોય તેવુ ઘણા સમયથી જોવા મળી રહ્યુ છે. ગઇ કાલે સોમવારનાં રોજ ભાજપનાં સાંસદ અનુરાગ ઠાકુરે એક મંચ પરથી વિવાદિત નારા લગાવ્યા હતા જેના પર આજે ચૂંટણી આયોગે રિપોર્ટ માંગ્યો છે. આ વિવાદિત નિવેદન બાદ ભાજપનાં એક અન્ય સાંસદ પરવેશ વર્માએ પણ વિવાદિત નિવેદન આપવામાં જાણે અનુરાગ ઠાકુરનો સાથ આપ્યો છે.

ભાજપનાં સાંસદ પરવેશ વર્માનું કહેવુ છે કે, લાખો લોકો ત્યાં (શાહીન બાગ) એકઠા થયા છે. દિલ્હીની જનતાએ વિચારવું અને નક્કી કરવું પડશે. તેઓ તમારા ઘરોમાં પ્રવેશ કરશે, તમારી બહેનો અને દીકરીઓ પર બળાત્કાર ગુજારશે, તેમની હત્યા કરશે.” આજે સમય છે મોદીજી અને અમિત શાહ કાલે તમને બચાવવા નહીં આવે. દિલ્હીમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી થવાની છે, જેમા ભાજપને શાહીન બાગમાં સીએએ અને એનઆરસીને લઇને વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓથી મોટુ નુકસાન થાય તેવુ વિરોધ પક્ષોનું કહેવુ છે, જેને લઇને શાહીન બાગને સતત બદનામ કરવાની કવાયતો ભાજપ દ્વારા સતત કરવામાં આવી રહી હોવાનુ પણ વિરોધી પક્ષો આરોપ લગાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી શાહીન બાગ દુનિયાભરમાં એક જાણીતુ સ્થળ બની ગયુ છે. સીએએ અને એનઆરસી લાગુ કરવાની કેન્દ્ર સરકારની તૈયારીઓ સામે આ સમગ્ર વિરોધ પ્રદર્શન 40 થી વધુ દિવસોથી ચાલી રહ્યા હોવાનુ સ્થાનિકકો કહી રહ્યા છે. જણાવી દઇએ કે, દિલ્હીમાં આવતા મહિને વિધાનસભા ચૂંટણી છે જેને લઇને હવે દરેક પક્ષ દિલ્હીની ગાદી પર બિરજમાન થવા અલગ-અલગ પ્રચાર પ્રસાર કરવા લાગ્યા છે. ત્યારે જોવાનુ રહેશે કે દિલ્હી મતદાન બાદ 11 ફેબ્રુઆરી દિલ્હીની જનતા કઇ પાર્ટી પર પોતાનો ભરોસો બતાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.