Not Set/ Video : વડોદરામાં વરસાદનાં કહેર મામલે શું કહે છે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, જાણો

વડોદરામાં સતત વરસાદનાં કારણે વિશ્વામૈત્રી નદી ભય જનક સપાટીએ પહોચી ગઇ છે, ત્યારે તંત્ર દ્વારા શું પગલા લેવાઇ રહ્યા છે તે વિશે આપ સુધી જાણકારી પહોચાડવા મંતવ્ય ન્યૂઝે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ સાથે ખાસ વાતચીત કરી હતી. વડોદરામાં ભારે વરસાદને લઇને કરવામાં આવેલા સવાલ પર પ્રતિક્રિયા આપતા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે કહ્યુ કે, હાલમાં પાણીનું […]

Gujarat Vadodara
jilla collector Video : વડોદરામાં વરસાદનાં કહેર મામલે શું કહે છે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, જાણો

વડોદરામાં સતત વરસાદનાં કારણે વિશ્વામૈત્રી નદી ભય જનક સપાટીએ પહોચી ગઇ છે, ત્યારે તંત્ર દ્વારા શું પગલા લેવાઇ રહ્યા છે તે વિશે આપ સુધી જાણકારી પહોચાડવા મંતવ્ય ન્યૂઝે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ સાથે ખાસ વાતચીત કરી હતી.

વડોદરામાં ભારે વરસાદને લઇને કરવામાં આવેલા સવાલ પર પ્રતિક્રિયા આપતા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે કહ્યુ કે, હાલમાં પાણીનું સ્તર ઓછુ થયુ છે, જેને ધ્યાને લેતા વોટર સપ્લાય રિસ્ટોરેટની કામગીરી ચાલી રહી છે. વધુમાં કહ્યુ કે, ક્રોકોડાઇલ રેસ્ક્યૂ ટીમ કાર્યરત છે. સાથે રસ્તા પર જે ઝાડ પડી ગયા છે તેને હટાવવાની કામગીરી ચાલી રહી છે. જે લોકો સ્થળાંતર થયા છે તેમના માટે ફૂડપોકેટ અને વોટર સપ્લાય, વોટર ડિસ્ટ્રીબ્યુશન અને મેડિકલ સુવિધાઓ મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યુ કે, આજવા ડેમ અને પ્રતાપપુરા ડેમનાં લેવલ પર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. દરેક પેરામીટરને ધ્યાનમાં રાખી આગોતરા આયોજન કરવામાં આવી રહ્યુ છે.

જિલ્લા કલેક્ટરે કહ્યુ કે, વડોદરામાં વરસાદનાં ભારે કહેર બાદ NDRF અને SDRFની ટીમ સતત કાર્યરત છે. તેમણે કહ્યુ કે, સરકાર સતત અહીની પરિસ્થિતિનો રિવ્યૂ લઇ રહી છે. અહી NDRF, SDRF અને ARMY ની મદદથી અંદાજે 4 હજાર જેટલા લોકોને સ્થાળાંતરિત કરવામાં આવ્યા છે. જ્યારે 1,202 જેટલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જરૂરિયાત જણાતા સરકાર દ્વારા વધુ NDRFની ટીમ આપવામાં આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.