Not Set/ Video : માનવતા મરી પરવારી, એક શખ્સે ત્રણ મહિનાનાં બાળકની માતાને ઘસેડીને ઘરની બહાર ફેંકી

આજનાં સમયમાં લોકોમાં માનવતા કેવી રીતે મરી રહી છે તેનું એક જીવંત ઉદાહરણ તાજેતરમાં છત્તીસગઢથી સામે આવ્યુ છે. જ્યાં એક શખ્સે એક મહિલાને પોતાની ગુંડાગીરી બતાવતા ઘરની બહાર ફેંકી દીધી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ બહાર આવ્યો છે, જેમાં તે સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે કેવી રીતે પુરુષ પહેલા મહિલાની નીચે લાગેલી ચાદર […]

India
man no respect for woman Video : માનવતા મરી પરવારી, એક શખ્સે ત્રણ મહિનાનાં બાળકની માતાને ઘસેડીને ઘરની બહાર ફેંકી

આજનાં સમયમાં લોકોમાં માનવતા કેવી રીતે મરી રહી છે તેનું એક જીવંત ઉદાહરણ તાજેતરમાં છત્તીસગઢથી સામે આવ્યુ છે. જ્યાં એક શખ્સે એક મહિલાને પોતાની ગુંડાગીરી બતાવતા ઘરની બહાર ફેંકી દીધી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ બહાર આવ્યો છે, જેમાં તે સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે કેવી રીતે પુરુષ પહેલા મહિલાની નીચે લાગેલી ચાદર ખેંચીને તેને પલંગ પરથી નીચે ફેંકી દે છે અને પછી તેનો હાથ પકડીને તેને ઘરની બહાર ફેંકી દે છે.

માનવતાને શરમમાં મૂકતો વીડિયો કોરિયાનાં બરવાણી કન્યા આશ્રમનો છે. મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારની છે જ્યાં આરોપી પહેલા મહિલાને ઘર છોડી દેવાનું કહે છે અને જ્યારે તે સંમત ન થઇ ત્યારે તે ચાદર ખેંચીને તેને નીચે ફેંકી દે છે. ત્યા હાજર મહિલાએ આ કરવામા તે પુરુષનો સાથ આપ્યો હતો.

મળતી માહિતી મુજબ આરોપીની ઓળખ શાળા અધિક્ષક સુમિલા સિંહનાં પતિ રંગલાલ સિંહ તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીડિતા ત્રણ મહિનાનાં બાળકની માતા છે અને તે ગર્લ્સ હોસ્ટેલમાં તેના બાળક સાથે રહેતી હતી. મહિલા બરવાણી કન્યા આશ્રમમાં સફાઇ કામ કરનાર છે અને રહેવા માટે જગ્યા ન હોવાના કારણે તે ગર્લ્સ હોસ્ટેલમાં રોકાઈ હતી. આ કારણોસર રંગલાલે પીડિતાને દુર્વ્યવહાર કરીને બહાર ફેંકી દીધી હતી. આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે ખાતરી આપી છે કે, ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે, કેસની તપાસ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.