Not Set/ કચ્છ : ખારીરોહર મેળામાં ફાયરિંગ કરનાર 3 શખ્સોની ધરપકડ

કચ્છ, કચ્છના ખારીરોહરના મેળામાં ફાયરિંગની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મેળામાં ડાન્સ કરતી વખતે એક શખ્સે હવામાં ગોળીબાર કર્યો હતો. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આપને જણાવી દઈએ કચ્છમાં ફાયરિંગનો બીજો વીડિયો છે જે વાયરલ થયો છે. બકરી ઈદના પર્વ નિમિત્તે હવામાં ફાયરિંગ કર્યું હોવાનો વીડિયો વાયરલ થયો છે. ઈદના […]

Top Stories Gujarat Others
aaay કચ્છ : ખારીરોહર મેળામાં ફાયરિંગ કરનાર 3 શખ્સોની ધરપકડ

કચ્છ,

કચ્છના ખારીરોહરના મેળામાં ફાયરિંગની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મેળામાં ડાન્સ કરતી વખતે એક શખ્સે હવામાં ગોળીબાર કર્યો હતો. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આપને જણાવી દઈએ કચ્છમાં ફાયરિંગનો બીજો વીડિયો છે જે વાયરલ થયો છે. બકરી ઈદના પર્વ નિમિત્તે હવામાં ફાયરિંગ કર્યું હોવાનો વીડિયો વાયરલ થયો છે. ઈદના મેળામાં ચાદર ચઢાવતી વખતે ફાયરિંગનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે.

આ અંગે પોલીસે ફાયરિંગ કરનાર સહિત 3 શખ્સો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં ગાંધીધામ પોલીસે શખ્સોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

ગાંધીધામમાં ટ્રકો-ટ્રેલરના પાર્કિંગનું કામકાજ કરતી સમા પાર્કિંગ પેઢીના સભ્યો દ્વારા દરગાહમાં ચાદર ચઢાવતી વખતે ફાયરિંગ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.