Not Set/ હોસ્પિટલની છત પરથી યુવતીનો આત્યહત્યાનો પ્રયત્ન કરતો વીડિયો થયો વાયરલ

ગ્રેટર નોઇડાનાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલી એક યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ કહેવાય છે કે ‘જાકો રાખે સાઇયા માર શકે ના કોઇ.’ યુવતીને આત્મહત્યાનો પ્રયત્ન કરતા હોસ્પિટલનાં અમુક લોકો જોઇ ગયા અને તેને બચાવી લીધી. જે પછી ઘટનાસ્થળે પહોચેલી પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી. આ ઘટના ગ્રેટર નોઇડાનાં શારદા હોસ્પિટલની છે. […]

India
noida suicide હોસ્પિટલની છત પરથી યુવતીનો આત્યહત્યાનો પ્રયત્ન કરતો વીડિયો થયો વાયરલ

ગ્રેટર નોઇડાનાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલી એક યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ કહેવાય છે કે ‘જાકો રાખે સાઇયા માર શકે ના કોઇ.’ યુવતીને આત્મહત્યાનો પ્રયત્ન કરતા હોસ્પિટલનાં અમુક લોકો જોઇ ગયા અને તેને બચાવી લીધી. જે પછી ઘટનાસ્થળે પહોચેલી પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી. આ ઘટના ગ્રેટર નોઇડાનાં શારદા હોસ્પિટલની છે. યુવતી દ્વારા આત્મહત્યા કરવાના પ્રયત્નનો ત્યા હાજર લોકોએ વીડિયો બનાવ્યો હતો જે હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં યુવતી હોસ્પિટલની છત પર પહોચી આત્મહત્યાનો પ્રયત્ન કરતો નજરે ચઢે છે. જેને જોઇ ત્યા લોકોની ભીડ જમા થઇ ગઇ હતી. તેમાથી એક શખ્સ પાછળથી તે યુવતીને નજીક પહોચી જાય છે અને તેને છતથી કૂદતા બચાવી લે છે. તેને જોઇ અન્ય લોકો પણ મદદ માટે આવી જાય છે.

યુવતી દ્વારા આત્મહત્યાનો પ્રયત્ન કરવા પર શારદા હોસ્પિટલ તંત્રનું કહેવુ છે કે, તે યુવતી માનસિક રોગી છે અને પોતાની માતાની સાથે થયેલા વિવાદનાં પગલે આત્મહત્યાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ સમય રહેતા તેને બચાવી લેવામાં આવી અને તેને સારવાર માટે ભરતી કરવામાં આવેલ છે. યુવતી આ પહેલા પણ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.