ગોળીબાર/ દિલ્હી રોહિણી કોર્ટ પરિસરમાં ફાયરિંગનો Video થયો વાયરલ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનાં રોહિણી કોર્ટ સંકુલમાં ગેંગ વોર ચાલી રહ્યું છે. શુક્રવારે એટલે કે આજે રોહિણી કોર્ટ પરિસરમાં ગોળીબાર થયો હતો.

Top Stories India
11 198 દિલ્હી રોહિણી કોર્ટ પરિસરમાં ફાયરિંગનો Video થયો વાયરલ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનાં રોહિણી કોર્ટ સંકુલમાં ગેંગ વોર ચાલી રહ્યું છે. શુક્રવારે એટલે કે આજે રોહિણી કોર્ટ પરિસરમાં ગોળીબાર થયો હતો. વકીલોનાં વેશમાં આવેલા બે બંદૂકધારીઓ શુક્રવારે બપોરે દિલ્હીની રોહિણી કોર્ટમાં આવ્યા અને રાજધાનીનાં મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જીતેન્દ્ર ઉર્ફે ગોગીની ગોળી મારીને હત્યા કરી.

જે બાદ કોર્ટ પરિસરમાં ગોળીબાર થયો હતો. પોલીસે કાઉન્ટર પર ફાયરિંગ કર્યું અને બે બંદૂકધારીઓને ઠાર કર્યા. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલનું કહેવું છે કે રોહિણી કોર્ટમાં વકીલોનાં વસ્ત્રો પહેરેલા બે હુમલાખોરોને ઠાર કરવામાં આવ્યા છે. રોહિણી કોર્ટની અંદર ફાયરિંગમાં કુલ ત્રણ ગુનેગારોનાં મોત થયા છે. દિલ્હીની રોહિણી કોર્ટમાં બે જૂથો વચ્ચે 40 રાઉન્ડ ફાયરિંગ થયું હતુ. કોર્ટ નંબર 206 અને 207 સામે ફાયરિંગ થયું હતુ. હુમલાખોરો વકીલનાં ડ્રેસમાં આવ્યા હતા. દિલ્હી પોલીસે કહ્યું કે, આ હુમલામાં ત્રણ બદમાશો માર્યા ગયા છે. ટીલ્લુ ગેંગે ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગી પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો – OMG! / 45 મિનિટ સુધી મૃત રહેલી મહિલા અચાનક જીવતી થઇ, ડોક્ટર્સની ટીમ ચોંકી ગઇ

ગોગી દિલ્હી-એનસીઆરનો જાણીતો ગેંગસ્ટર હતો. ગોગી તિહાડ જેલમાં બંધ હતો. તેને સુનાવણી માટે રોહિણી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ હુમલામાં ગોગીનું મોત થયું છે. જવાબી કાર્યવાહીમાં પોલીસે બે બદમાશોને ઠાર કર્યા હતા. રાહુલ અને મૌરીશ નામનાં બદમાશો માર્યા ગયા હતા. ફાયરિંગ સમયે જજ કોર્ટમાં હાજર હતા. પોલીસે જણાવ્યું કે, ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત થયા છે. રાહુલ અને અન્ય એક બદમાશ મૌરીશ ગેંગસ્ટર પણ ટિલ્લુ અને નવીન બાલી ગેંગનાં ગુંડા હતા જેમને સ્પેશિયલ સેલે માર્યા હતા. મૌરીશ પર પણ હત્યાનાં ઘણા કેસ નોંધાયેલા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાના આ ઘટના અંગે માહિતી આપતા કહ્યુ કે, જ્યારે તેને રોહિણી કોર્ટમાં સુનાવણી માટે લઈ જવામાં આવ્યો હતો ત્યારે બે ગુનેગારોએ ગેંગસ્ટર (જીતેન્દ્ર માન) ‘ગોગી’ પર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં પોલીસે બંને હુમલાખોરોને ઠાર કર્યા હતા. તેમાંથી એક પર 50,000 રૂપિયાનું ઈનામ હતું.

આ પણ વાંચો – Political / આસામમાં પોલીસ કાર્યવાહીને રાહુલ ગાંધીએ રાજ્ય પ્રાયોજિત આગ ગણાવી

દિલ્હીનાં ટોચનાં ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની રોહિણી કોર્ટમાં ગોળીબારમાં હત્યા કરવામાં આવી છે. દિલ્હી પોલીસનાં સ્પેશિયલ સેલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટનાં વકીલનું પણ મૃત્યુ થયું હોવાના અહેવાલ છે. આ હુમલાનું મુખ્ય નિશાન જિતેન્દ્ર ગોગી હતો. રોહિણી કોર્ટમાં કોર્ટ નંબર 206 ની બહાર ફાયરિંગ થયું હતું. અખિલ ગોગી (ગેંગસ્ટર) ને નિશાન બનાવવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા ક્રોસ ફાયરિંગ વચ્ચે બે હુમલાખોરોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.