Not Set/ Vijay Hazare Trophy : ઈજા બાદ મેદાનમાં પરત ફરેલા વિજય શંકરે બિહાર વિરુદ્ધ બતાવ્યો પોતાનો દમ

શનિવારે ઇજાથી પરત ફરેલા ઓલરાઇન્ડર ખેલાડી વિજય શંકરે વિજય વિજય હઝારે વન ડે ટ્રોફી એલીટ ગ્રુપ સીમાં શાનદાર દેખાવ કર્યો હતો. તમિલનાડુ તરફથી રમતા વિજય શંકરે અણનમ 91 રન બનાવી દીધા હતા. શાનદાર પ્રદર્શન કરતા તમિલનાડુની ટીમે બિહારને સાત વિકેટે હરાવ્યુ હતુ. પહેલા બેટિંગ કરતા બિહારે 50 ઓવરમાં સાત વિકેટનાં નુકસાને 217 રન બનાવ્યા હતા. […]

Uncategorized
pjimage 6 1 Vijay Hazare Trophy : ઈજા બાદ મેદાનમાં પરત ફરેલા વિજય શંકરે બિહાર વિરુદ્ધ બતાવ્યો પોતાનો દમ

શનિવારે ઇજાથી પરત ફરેલા ઓલરાઇન્ડર ખેલાડી વિજય શંકરે વિજય વિજય હઝારે વન ડે ટ્રોફી એલીટ ગ્રુપ સીમાં શાનદાર દેખાવ કર્યો હતો. તમિલનાડુ તરફથી રમતા વિજય શંકરે અણનમ 91 રન બનાવી દીધા હતા. શાનદાર પ્રદર્શન કરતા તમિલનાડુની ટીમે બિહારને સાત વિકેટે હરાવ્યુ હતુ.

પહેલા બેટિંગ કરતા બિહારે 50 ઓવરમાં સાત વિકેટનાં નુકસાને 217 રન બનાવ્યા હતા. તમિળનાડુએ 46.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા. ઈજાનાં કારણે ભારત એ અને દક્ષિણ આફ્રિકા એ વચ્ચે રમાયેલી વનડે અને ટેસ્ટ સિરીઝ ચૂકી ગયેલા શંકરે બોલથી પણ પોતાનો કમાલ બતાવ્યો હતો અને છ ઓવરમાં 17 રન આપી એક વિકેટ લીધી હતી.

અગાઉ કેપ્ટન બાબુલ કુમાર (110) ની ઇનિગ્સ રમ્યા બાદ પણ બિહારની ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગઈ હતી. બાબુલે પોતાની ઇનિગ્સમાં 136 બોલ રમ્યા, જેમા તેણે 12 ચોક્કાની મદદ અને એક સિક્સર ફટકારી હતી. તેણે રહમત ઉલ્લાહ (38) ની સાથે ત્રીજી વિકેટ માટે 93 અને કેશવ કુમાર (35) ની સાથે ચોથી વિકેટ માટે 93 રન જોડ્યા. તેના આઉટ થયા બાદ ટીમનો કોઇ ખેલાડી ખાસ રન બનાવી શક્યો નહોતો.

ઓપનર અભિમન્યુ મુકુંદ (37) અને એન જગદિશન (24) એ તમિળનાડુને સારી શરૂઆત આપી હતી. તેમની 59 રનની ભાગીદારી સમર કાદરીએ તોડી હતી. ટીમે 75 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બાબા અપરાજિત (અણનમ 52) અને વિજય શંકરે 143 રનની ધૂઆધાર ભાગીદારી કરી ટીમને વિજય અપાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.