Not Set/ બીજા ધોરણમાં ભણતી એક નાની બાળકી પર નરાધમોએ આચર્યો સામૂહિક દુષ્કર્મ

મહારાષ્ટ્રનાં થાણે જિલ્લામાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. કથિત રીતે તેની શાળા નજીક એક ખાલી મકાનમાં આ દુષ્કર્મ કરાયો છે. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. બજરપેઠ પોલીસ મથકનાં ઇન્સ્પેક્ટર યશવંત ચૌહાણે જણાવ્યું હતું કે, આ ઘટના ગયા ગુરુવારે બની હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ અગાઉ પણ બીજા […]

Top Stories India

મહારાષ્ટ્રનાં થાણે જિલ્લામાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. કથિત રીતે તેની શાળા નજીક એક ખાલી મકાનમાં આ દુષ્કર્મ કરાયો છે. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. બજરપેઠ પોલીસ મથકનાં ઇન્સ્પેક્ટર યશવંત ચૌહાણે જણાવ્યું હતું કે, આ ઘટના ગયા ગુરુવારે બની હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ અગાઉ પણ બીજા ધોરણમાં ભણતી આ યુવતી સાથે જાતીય સતામણી કરી હતી.

આરોપીઓની ઓળખ 24 વર્ષીય નવીન જસૂજા, 34 વર્ષીય અજય દેહારે અને 19 વર્ષિય વિક્રમ પુરોહિત તરીકે થઈ છે. આ આરોપી કલ્યાણ શહેરમાં જુદી જુદી દુકાનોમાં કામ કરે છે. અધિકારીએ જણાવ્યું કે, 19 સપ્ટેમ્બરનાં રોજ, જ્યારે તે છોકરી તેની શાળાની બહાર આવી ત્યારે આરોપી તેને નજીકનાં એક ખાલી મકાનમાં લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો. યુવતીએ તેના માતા-પિતાને આ ઘટના વિશે જણાવ્યું હતું.

ફરિયાદના આધારે આરોપીની ગત શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં આરોપીઓને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને 24 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે સામૂહિક દુષ્કર્મ કરતા પહેલા આરોપી યુવતીની જાતીય સતામણી કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.