VIP Launge/ રિડેવલપમેન્ટને લઈને કાલુપુર રેલ્વે સ્ટેશને વીઆઇપી લોન્જ બંધ

કાલુપુર રેલ્વે સ્ટેશને વીઆઇપી લોન્જ બંધ કરવામાં આવી છે. જો કે તેમા ચિંતિત થવાની જરૂર નથી. આ લોજને રિડેવલપમેન્ટના ભાગરૂપે બંધ કરવામાં આવી છે. ટૂંક સમયમાં રિટાયરિંગ રૂમ પણ બંધ કરવામાં આવશે. રિડેવલપમેન્ટની આ કામગીરી ત્રણ વર્ષ સુધી ચાલશે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 27 1 રિડેવલપમેન્ટને લઈને કાલુપુર રેલ્વે સ્ટેશને વીઆઇપી લોન્જ બંધ

અમદાવાદઃ કાલુપુર રેલ્વે સ્ટેશને વીઆઇપી લોન્જ બંધ કરવામાં આવી છે. જો કે તેમા ચિંતિત થવાની જરૂર નથી. આ લોજને રિડેવલપમેન્ટના ભાગરૂપે બંધ કરવામાં આવી છે. ટૂંક સમયમાં રિટાયરિંગ રૂમ પણ બંધ કરવામાં આવશે. રિડેવલપમેન્ટની આ કામગીરી ત્રણ વર્ષ સુધી ચાલશે.

કાલુપુર રેલવે સ્ટેશનને રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે હાલમાં આ એક્ઝિક્યુટિવ લોન્ચ બંધ કરવામાં આવ્યું હોવાનું IRCTCના અધિકારીએ જણાવ્યું છે. કાલુપુર રેલવે સ્ટેશન નવું બનતા હજી ત્રણ વર્ષ સુધી ચાલશે. જેથી ત્રણ વર્ષ સુધી હવે મુસાફરોને રેલવે સ્ટેશન પર કોઈ VIP સુવિધા મળશે નહીં.

IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા રેલવે લોન્જમાં મુસાફરોને ચા-કોફી, મેગેઝિન, વાઈ-ફાઈ, સમાચારપત્ર, ટ્રેનની માહિતી, ટોઈલેટ, બાથરૂમ વગેરેની સુવિધા મળે છે. જોકે, આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ચાર્જ ચૂકવવો પડે છે. 1 કલાકનો ચાર્જ ચૂકવી સુવિધાનો મુસાફરો એક્ઝિક્યુટિવ લોન્જનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ હવે અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર મુસાફરો અને પ્લેટફોર્મ ઉપર જ પોતાનો સમય પસાર કરવો પડશે.

રિડેવલપમેન્ટને લઈને આ લોન્જ બંધ કરી દેવામાં આવ્યું છે.પ્લેટફોર્મ પરની કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત અનેક ટ્રેનો હજી કાલુપુર રેલવે સ્ટેશનથી જ ઊપડે છે અને ત્યાંથી જ અવરજવર થઈ રહી છે, ત્યારે જ્યાં સુધી સંપૂર્ણપણે કાલુપુર રેલવે સ્ટેશનને ઓપરેશન માટે બંધ ન કરવામાં આવે ત્યાં સુધી એક્ઝિક્યુટિવ લોન્ચ ચાલુ રાખવામાં આવ્યું હોત તો મુસાફરોને કોઈ તકલીફ પડી ન હોત, પરંતુ હવે મુસાફરોની હેરાનગતિ વધી જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેડિલા ફાર્માના રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ, બલ્ગેરિયન યુવતીનો બાકી પગાર લેવાનો દાવો

આ પણ વાંચોઃ રાજકોટમાં તબીબની બેદરકારીથી માસૂમ બાળકનાં મોત થયાનો આક્ષેપ

આ પણ વાંચો:અમદાવાદમાં શાળાઓ 23મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટનું વિતરણ કરશે