Not Set/ Viral Video/ ધનાશ્રી વર્માએ હૌલી હૌલી ગીત પર કર્યો આકર્ષક ડાન્સ

ભારતીય સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની સગાઈનો ફોટો શેર કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પ્રખ્યાત યુ ટ્યુબર અને ડાન્સર ધનાશ્રી વર્મા સાથે સગાઈ થઈ છે. ધનાશ્રી વર્મા વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ તેણે ડાન્સર તરીકે એક અલગ ઓળખ બનાવી છે. છેલ્લા ઘણા દિવસોથી ધનાશ્રી વર્માનાં ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર […]

Videos
16cbf3bb28643c3e2d93de568b2f2b1b Viral Video/ ધનાશ્રી વર્માએ હૌલી હૌલી ગીત પર કર્યો આકર્ષક ડાન્સ

ભારતીય સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની સગાઈનો ફોટો શેર કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પ્રખ્યાત યુ ટ્યુબર અને ડાન્સર ધનાશ્રી વર્મા સાથે સગાઈ થઈ છે. ધનાશ્રી વર્મા વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ તેણે ડાન્સર તરીકે એક અલગ ઓળખ બનાવી છે. છેલ્લા ઘણા દિવસોથી ધનાશ્રી વર્માનાં ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. તાજેતરમાં જ ધનાશ્રીનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો – વાંદરા બાદ હવે ઉંદરમાં કોરોના ચેપને રોકવામાં સફળ રહી કોરોનાની આ રસી

આ વીડિયોમાં ધનાશ્રી હૌલી હૌલીગીત પર ધમાકેદાર અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે યુઝવેન્દ્ર ચહલની પત્ની તેમના ડાન્સ મૂવ્સથી દરેકનાં હોશ ઉડાવી રહી છે. આ વીડિયોમાં ધનાશ્રીએ નિયોન કલરનો શોર્ટ ટોપ પહેરેલો છે, જે તેના પર ખૂબ સારો લાગી રહ્યો છે. ધનાશ્રીનાં આ વીડિયો પર ચાહકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તેની રમત માટે જાણીતો છે, જ્યારે તેની મંગેતર ધનાશ્રી વર્મા પ્રખ્યાત યુ ટ્યુબર સાથે એક મહાન ડાન્સર છે. ધનાશ્રી વર્મા વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ તેણે ડાન્સર તરીકે એક અલગ ઓળખ બનાવી છે. ધનાશ્રી વર્માનાં ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે અને તેમના વ્યૂઝ મિલીયન્સમાં હોય છે. ઈન્સ્ટાગ્રામ પર ધનાશ્રી વર્માનાં ફોલોઅર્સની સંખ્યા 11 લાખથી વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.