Not Set/ Viral Video/ નકલી કૂતરાઓ વચ્ચે છે અસલી Dog, શું તમે જોઇ શકો છો?

સોશિયલ મીડિયા પર કૂતરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે તમને પણ આશ્ચર્યમાં મુકી દેશે. એક કૂતરાએ સ્ટેચ્યુ બનવાનો જોરદાર અભિનય કર્યો છે. તમને જોઇને પણ એવુ લાગશે કે આ એક સટેચ્યુ છે. જ્યારે તમે આ વીડિયો જોશો ત્યારે તમને આશ્ચર્ય થશે.  શનિવારે, જાપાનનાં શિલ્પકાર અને પ્રાણી લોગર, મીઓ હાશિમોટોએ તેમના પાલતુ કૂતરા ત્સુકીનો […]

Videos
126569500169956a5202b2c93968686f Viral Video/ નકલી કૂતરાઓ વચ્ચે છે અસલી Dog, શું તમે જોઇ શકો છો?

સોશિયલ મીડિયા પર કૂતરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે તમને પણ આશ્ચર્યમાં મુકી દેશે. એક કૂતરાએ સ્ટેચ્યુ બનવાનો જોરદાર અભિનય કર્યો છે. તમને જોઇને પણ એવુ લાગશે કે આ એક સટેચ્યુ છે. જ્યારે તમે આ વીડિયો જોશો ત્યારે તમને આશ્ચર્ય થશે. 

શનિવારે, જાપાનનાં શિલ્પકાર અને પ્રાણી લોગર, મીઓ હાશિમોટોએ તેમના પાલતુ કૂતરા ત્સુકીનો એક વીડિયો શેર કર્યો છે, જેમા તે મુર્તિઓની પાસે જઈને સ્ટેચ્યુની જેમ ઉભો થઇ જાય છે. હાશિમોટોએ પોતાના ટ્વિટર ફોલોઅર્સને તેમના કાર્યસ્થળની ઝલક આપી હતી.

આ પણ વાંચો- Viral Video/ ચોર પગે દુકાનમાં આવીને ચિપ્સનું પેકેટ ચોરી ગયુ આ પક્ષી, જુઓ લઇને કેવુ ભાગે છે

જ્યાં બિલાડી, કૂતરા, સસલા અને લામાની મૂર્તિઓ ખભાથી ખભા રાખીને ઉભી રાખવામાં આવી હતી. લાકડાની આ પ્રતિકૃતિઓ વચ્ચે ત્સુકી પણ ઉભો હતો. તે એટલો મૌન પણ છે કે પ્રથમ દૃષ્ટિએ દર્શક સમજી શકતા ન હોતો કે તેમની સાથે એક વાસ્તવિક પ્રાણી પણ છે.

વીડિયો 8 મી ઓગસ્ટનાં રોજ શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 6 મિલિયન વ્યૂઝ મળ્યા છે. વળી, 5 લાખથી વધુ લાઈક્સ અને દસ લાખથી વધુ રિ-ટ્વિટ કરવામાં આવ્યા છે. લોકો કૂતરાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. વળી ઘણા લોકોએ શિલ્પકારની પ્રશંસા પણ કરી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.