Not Set/ Viral Video/ પાકિસ્તાની નેતાનો બફાટ, જ્યારે આપણે સુઇ જઇએ છીએ ત્યારે વાયરસ પણ સુઇ જાય છે

પાકિસ્તાનનાં રાજકારણી ફઝલ-ઉર-રહમાનનો એક વિડીયો ઝડપથી વાયરલ થયો છે. જેના પર ઘણા બધા મીમ્સ અને જોક્સ બનાવવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે તેમણે સૂચવ્યું હતું કે લોકોએ કોરોનાવાયરસ સામે લડવા માટે સૂઇ જવુ જોઈએ. જમિઆત ઉલેમા-એ-ઇસ્લામનાં વર્તમાન પ્રમુખ ફઝલ-ઉર-રહેમાન છે. તે વાયરલ વિડીયોમાં કહેતા જોવા મળે છે- “જ્યારે આપણે સૂઈ જઇએ છીએ, વાયરસ […]

Videos
496f2694334aaf5be3b69e5310a74d18 Viral Video/ પાકિસ્તાની નેતાનો બફાટ, જ્યારે આપણે સુઇ જઇએ છીએ ત્યારે વાયરસ પણ સુઇ જાય છે

પાકિસ્તાનનાં રાજકારણી ફઝલ-ઉર-રહમાનનો એક વિડીયો ઝડપથી વાયરલ થયો છે. જેના પર ઘણા બધા મીમ્સ અને જોક્સ બનાવવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે તેમણે સૂચવ્યું હતું કે લોકોએ કોરોનાવાયરસ સામે લડવા માટે સૂઇ જવુ જોઈએ. જમિઆત ઉલેમા-એ-ઇસ્લામનાં વર્તમાન પ્રમુખ ફઝલ-ઉર-રહેમાન છે. તે વાયરલ વિડીયોમાં કહેતા જોવા મળે છે- “જ્યારે આપણે સૂઈ જઇએ છીએ, વાયરસ પણ સૂઈ જાય છે.”

નેશનલ એસેમ્બલીનાં ભૂતપૂર્વ સભ્યએ એક સભામાં કહ્યું, ‘આપણે જેટલું સુઇ જઇએ છીએ, તેટલો વધારે વાયરસ ઉંઘી જાય છે. તે અમને કોઈ નુકસાન કરતું નથી. જ્યારે આપણે સૂઈએ છીએ, ત્યારે તે સૂઈ જાય છે અને જ્યારે આપણે મરી જઇએ છીએ ત્યારે તે પણ મરી જાય છે. તેમણે દાવો કર્યો હતો કે ડોકટરોએ વાયરસ સામે લડવાની આ રીત સૂચવી હતી.

આ વિડીયો પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે શેર કર્યો છે. અત્યાર સુધી, ટ્વિટર પર 36 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ઉપરાંત, એક હજારથી વધુ લાઈક્સ અને 500 થી વધુ રી-ટ્વીટ્સ થઈ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.