Viral Video/ કોરોનાથી બચવા જવાનોએ અજમાવ્યો આ ગજબનો જુગાડ, જુઓ વીડિયો

દેશમાં કોવિડ -19 ના કેસમાં દૈનિક સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે, કોરોનાના દૈનિક કેસ ત્રણ લાખના આંકડાને પાર કરી ગયા છે અને 24 કલાકમાં મૃત્યુ પણ 2,100 ને વટાવી ગયા છે. 

Videos

દેશમાં કોવિડ -19 ના કેસમાં દૈનિક સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે, કોરોનાના દૈનિક કેસ ત્રણ લાખના આંકડાને પાર કરી ગયા છે અને 24 કલાકમાં મૃત્યુ પણ 2,100 ને વટાવી ગયા છે. આવી સ્થિતિમાં લોકો વિવિધ સાવચેતીઓ લઈ રહ્યા છે જેથી તેઓ પોતાને કોરોના ચેપથી બચાવી શકે. આવા જ એક જુગાડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં એક લશ્કરી કૂકરમાંથી વરાળથી પોતાને સેનીટાઇઝ કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :રસ્તા પર ઠુમકા લગાવીને કોરોના વાયરસે કર્યો ડાન્સ, જુઓ આ ખાસ વાયરલ વીડિયો

આપને જણાવી દઈએ કે આ રસપ્રદ વીડિયો આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘણા સૈનિકો ખુરશી પર બેઠા છે અને કૂકરની સીટીમાંથી નીકળતી  વરાળથી પોતાને સેનીટાઇઝ કરી રહ્યા છે. આ જુગાડ વાળા સ્ટીમથી લોકોને કેટલો ફાયદો થશે, તે કહેવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ આ વીડિયોને ટ્વિટર પર શેર કરતાં કહ્યું કે તે દેશી શોધ છે. હું આશા રાખું છું કે આ લોકો કોરોના મહામારીથી બચીને રહે.

આ પણ વાંચો :વાઘને એક વાંદરાએ કઈ રીતે ભણાવ્યો પાઠ, જુઓ આ ખાસ વીડિયો

આપને જણાવી દઈએ કે આ વીડિયો 20 એપ્રિલના રોજ શેર કરવામાં આવ્યો હતો અને હવે આ વીડિયોમાં 760 થી વધુ વ્યૂઝ છે.

આ પણ વાંચો :શેરને માથે સવા શેર, આ ભેંસે સિંહને આપી ધોબીપછાડ, જુઓ આ ખાસ વિડીયો