વિવાદાસ્પદ અને કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર ફરી વિવાદોનાં વમળમાં જોવામાં આવી રહી છે. અને આ વખતે તો વિવાદનું કારણ પણ હટકે છે. આ વખતે રાજકોટની કુખ્યાત લેડી ડોનનો ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે. હવે લોકોને એમ થાય કે, સોનુ ડાંગરનો ઘમકી આપતો વીડિયો વાઇરલ થાય તેમા નવાઇ શી વાતની, પહેલા પણ અનેક વાર સોનુ અનેક લોકોને ઘમકાવી ચૂકી છે. પરંતુ આ વખતે સોનુએ હદ કરી નાખી છે અને ધમકી સુપ્રીટેન્ડન્ટ ઓફ પુલીસને જ આપી કાઢી હોય તેવો વીડિયો જોવામાં આવી રહ્યો છે.
જી હા, કુખ્યાત સોનુ ડાંગરનો વીડિયો વાઇરલ થયો છે, તે વીડિયોમાં સોનુએ અમરેલી SPને ખુલ્લી ધમકી આપી હોવાનુ સામે આવી રહ્યું છે. અમરેલી SP એવા મહિલા પો.અધિકારી ડોડીયાને જોઇ લેવાની ધમકી સોનુ દ્વારા અપાતી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. બેફામ ઉચ્ચારણો સાથે સોનુ ડાંગર વીડિયોમાં બેફામ જોવામાં આવી રહી છે.
સોનુ દ્વારા આ ધમકી શુ કામે આપવામાં આવી તે વાત પણ વીડિયોનાં માધ્યમથી સામે આવી છે. અને ધમકી આપવા પાછળનું કારણ મુન્નો છે. મુન્નાને શા માટે હાથ અડાડયો તે મુદ્દે બબાલ કરી હોવાનું સામે આવી રહ્યું છે. સાથે જ અમરેલી પોલીસ પર બેફામ આક્ષેપો કર્યા છે. ગંદી ગાળો બોલતી નજરે પડી સોનુ ડાંગર. સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ બન્યો છે સોનુ ડાંગરનો આ વાઇરલ વીડિયો….
જોઇલો સમગ્ર ઘટનાનો વીડિયો અહેવાલમાં……….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
