Not Set/ વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં છરીનાં ઘા ઝીંકી રિક્ષાચાલક યુવાનની હત્યા કરનારો આરોપી ઝડપાયો

સુરેન્દ્રનગરના વઢવાણમાં ધોળા દિવસે ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર હત્યાના બનાવને લઇને તંગદીલી ફેલાઇ જવા પામી હતી.

Gujarat Others

સુરેન્દ્રનગરના વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં છરીનાં ઘા ઝીંકી રિક્ષાચાલક યુવાનની હત્યાથી ચકચાર મચી જવા પામી હતી. સરાજાહેર છરીના ઘા ઝીંકી હત્યાના બનાવને લઇને લોકોમાં નાસભાગ મચી જવા પામી છે. મ્રુતક યુવાનનું નામ શાહરૂખ એમદભાઇ બાબીયા હોવાનું બહાર આવ્યું હતુ. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી સુરજસિંહ ગોવિંદભાઇ ઝાલાને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો.

સુરેન્દ્રનગર જીલ્લામાં પાછલા કેટલાક દિવસોથી અવારનવાર હત્યાના બનાવો બને છે. જેમાં સુરેન્દ્રનગરના વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં છરીનાં ઘા ઝીંકી રિક્ષાચાલક યુવાનની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં ધોળા દિવસે ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર હત્યાના બનાવને લઇને તંગદીલી ફેલાઇ જવા પામી હતી. આ હત્યાના બનાવ બાદ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. સરાજાહેર છરીના ઘા ઝીંકી હત્યાના બનાવને લઇને લોકોમાં નાસભાગ મચી જવા પામી છે. મ્રુતક યુવાનનું નામ શાહરૂખ એમદભાઇ બાબીયા હોવાનું બહાર આવ્યું હતુ. આ ઘટનાની જાણ થતાં બનાવના સ્થળે દોડી ગયેલી વઢવાણ પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી તપાસ હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.ડી.ચૌધરી, પીએસઆઇ વી.આર.જાડેજા, એન.ડી.ચુડાસમા, જુવાનસિંહ, નિકુલસિંહ, અનિરુદ્ધસિંહ, અજયસિંહ અને કુલદિપસિંહ સહિતના એલસીબીના સ્ટાફે ઘટનાસ્થળના રસ્તાના સીસીટીવી કૂટેજના આધારે હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપી સુરજસિંહ ગોવિંદભાઇ ઝાલાને ગણતરીના કલાકોમાં જ રાજકોટ બાયપાસ રોડ રતનપરની રજવાડું હોટલ પાસેથી પકડી પાડ્યો હતો.