વિરાંજલિ કાર્યક્મ મોકૂફ/ અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે આવતીકાલે યોજાનાર વિરાંજલિ કાર્યક્મ મોકૂફ,નવી તારીખ કરી જાહેર,જાણો

વિરાજલી કાર્યક્મ અનિવાર્ય સંજોગોના કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે.રિવર ફ્રન્ટ ખાતે  આવતીકાલે 24/03/23ના રોજ યોજાનાર વિરાંજલી કાર્યક્રમ મોકુફ રાખવામા આવ્યો છે

Top Stories Gujarat
11 1 1 અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે આવતીકાલે યોજાનાર વિરાંજલિ કાર્યક્મ મોકૂફ,નવી તારીખ કરી જાહેર,જાણો

Viranjali:   વિરાજલી કાર્યક્મ અનિવાર્ય સંજોગોના કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે.રિવર ફ્રન્ટ ખાતે  આવતીકાલે 24/03/23ના રોજ યોજાનાર વિરાંજલી કાર્યક્રમ મોકુફ રાખવામા આવ્યો છે. હવે વિરાંજલી કાર્યક્રમ 20 એપ્રિલ ગુરુવારના રોજ યોજાશે .દેશની આઝાદી અપાવવામાં અનેક ક્રાંતિવીરો શહીદ થયા હતા. 23 માર્ચે શહીદ દિને જાણીતા ક્રાંતિવીરોના જીવન અને કવનની કેટલીક અજાણી વાતો વિરાંજલિ સમિતિ દ્વારા એક ભવ્ય મલ્ટીમીડિયા કાર્યક્રમ મારફતે રજૂ કરવામાં આવે છે. છેલ્લા 14 વર્ષથી યુવાનોમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાના ઉમદા હેતુથી વિરાંજલિ કાર્યક્રમનું આયોજન દર વર્ષે થાય છે, ત્યારે આગામી 24 માર્ચે આ વીરાંજલિ કાર્યક્રમ રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું પરતું હવે તે મોકૂફ રાખવામાં આવ્યું છે.નવી તારીખ 20 એપ્રિલ જાહેર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે (Viranjali)  આ કાર્યક્રમમાં ગુજરાતી કલાકાર સાંઈરામ દવે, કિર્તીદાન ગઢવી તેમજ ગીતા રબારી દેશભક્તિના સુરો રેલાવશે. વીરાંજલિ કાર્યક્રમમાં સૌ પ્રથમ વાર વિરજવાનોની આરતી લખવામાં આવી છે. આ કાર્યક્રમમાં પ્રવેશ લોકો માટે તદ્દન નિઃશૂલ્ક રહેશે, પરંતુ પ્રવેશ માટે પાસ મેળવવા ફરજીયાત છે.વીરાંજલિ સમિતિના પ્રમુખ અને ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, 23મી માર્ચ શહીદ દિનની ઉજવણી એક પરંપરા બની છે. છેલ્લા 14 વર્ષથી શહીદ દિન નિમિત્તે બકરાણા-સાણંદ ખાતે ભવ્ય ડાયરાના માધ્યમથી આઝાદીના આ અમર શહીદોના ગુણગાન ગવાય છે. આ કાર્યક્રમ મારફતે દેશની પેઢીને દેશ ભકિત રાષ્ટ્રભક્તિને ઉજાગર થાય તેવો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે વિરાંજલિ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતોની સંગીતમય સફર સાથે નૃત્યો અને રંગભૂમિના મોનોલોગ રજૂ થશે. જેમાં સાંઈરામ દવે, કિર્તીદાન ગઢવી તેમજ ગીતા રબારી પોતાની કલા પાથરશે.

rahul gandhi case/રાહુલ ગાંધીની સજા પર કોંગ્રેસે કરી જાહેરાત, આવતીકાલે વિજય ચોક સુધી કરશે કૂચ, વિરોધ પક્ષો પણ જોડાશે

Corona New Variant/કોરોનાના વધી રહ્યા છે કેસો, દેશના ટોચના તબીબી નિષ્ણાતોએ કરી આ મોટી વાત