ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપની ત્રીજી મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં જીત સાથે ભારતનો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 8-0નો રેકોર્ડ બની ગયો છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ માત્ર 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 42.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્યનો પીછો કરી લીધો હતો. આ હાર બાદ પાકિસ્તાની કેપ્ટનને દુનિયાભરમાં ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ બાબર માટે ડે-વિનિંગ કામ કર્યું હતું.
મેચ બાદ વિરાટે દિલ જીતી લીધું હતું
વિરાટ કોહલીએ મેચ દરમિયાન કંઈક એવું કર્યું જેનાથી માત્ર ભારતના ફેન્સ જ નહીં પરંતુ પાકિસ્તાનના ફેન્સ પણ ખુશ થઈ જશે. વાસ્તવમાં, વિરાટ કોહલીએ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પોતાની સહી કરેલી ભારતીય જર્સીમાંથી એક ભેટ આપી હતી. આ સમગ્ર ક્ષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ભારતીય અને પાકિસ્તાની ફેન્સ વિરાટ કોહલીના ખૂબ વખાણ કરી રહ્યા છે.
FANBOY MOMENT FOR BABAR AZAM….!!
Babar asks for a signed from Virat Kohli and Virat gives it.https://t.co/Caq3GoQoaV
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 14, 2023
ટીમ ઈન્ડિયાની શાનદાર જીત
આ મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા તરફથી 192 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે કેપ્ટન રોહિત શર્માએ 86 રન અને શ્રેયસ અય્યરે 53 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 16-16 રન બનાવ્યા હતા. આ સિવાય કેએલ રાહુલ 19 રન બનાવીને અણનમ રહ્યો હતો.
આ પણ વાંચો: IND VS PAK/ ભારત સામે શરમજનક હાર બાદ પાક. કેપ્ટન બાબરે ભાવુક થઈને શું કહ્યું?
આ પણ વાંચો: Israel Hamas War/ એર ઈન્ડિયાએ આ તારીખ સુધી ઇઝરાયલની ફ્લાઇટ રદ કરી!
આ પણ વાંચો: World Cup/ વર્લ્ડકપમાં 8મી વાર પાકિસ્તાનને ધૂળ ચટાડીને ટોપ પર પહોંચી ભારતીય ટીમ!

