Not Set/ ‘કચરો’ ફેંકનારે વિરાટ-અનુષ્કાને ફટકારી લીગલ નોટિસ,જાણો કેમ

મુંબઇ, થોડા સમય પહેલાં અનુષ્કા શર્માએ એક વ્યક્તિને રોડ પર કચરો ફેંકવા બાબતે ખખડાવી હતી.અનુષ્કા એ વ્યક્તિને કચરો ફેંકવા બાબત ઠપકો આપે છે તે વીડીયો વાઇરલ થયો હતો.જો કે હવે અરહાન સિંહ નામના આ શખ્સે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને લીગલ નોટિસ આપી છે. કચરો ફેંકવા બાબતે પોતાની પર લાગેલા આળ અંગે અરહાને જણાવ્યું કે […]

Entertainment
virat anushka legal notice ‘કચરો’ ફેંકનારે વિરાટ-અનુષ્કાને ફટકારી લીગલ નોટિસ,જાણો કેમ

મુંબઇ,

થોડા સમય પહેલાં અનુષ્કા શર્માએ એક વ્યક્તિને રોડ પર કચરો ફેંકવા બાબતે
ખખડાવી હતી.અનુષ્કા એ વ્યક્તિને કચરો ફેંકવા બાબત ઠપકો આપે છે તે વીડીયો
વાઇરલ થયો હતો.જો કે હવે અરહાન સિંહ નામના આ શખ્સે વિરાટ કોહલી અને
અનુષ્કા શર્માને લીગલ નોટિસ આપી છે.

anushka garbage ‘કચરો’ ફેંકનારે વિરાટ-અનુષ્કાને ફટકારી લીગલ નોટિસ,જાણો કેમ

કચરો ફેંકવા બાબતે પોતાની પર લાગેલા આળ અંગે અરહાને જણાવ્યું કે આ મામલે
હાલ હું કશું કહેવા માંગતો નથી. મેં તેમને નોટિસ મોકલી છે, હવે તેમના
જવાબની રાહ જોઉં છું.

અનુષ્કાનો વીડિયો વાયરલ થયા બાદ અરહાને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી.
તેણે લખ્યું કે મે ભૂલથી ડ્રાઈવ કરતી વખતે પ્લાસ્ટિકનો ટુકડો રોડ પર
ફેંક્યો. ત્યારે જ ત્યાંથી પસાર થતી કારમાંથી અનુષ્કા ચીસો પાડીને મને આ
વિશે ધમકાવ્યો. આ ભૂલ માટે હું માફી માગું છું, પરંતુ આ કચરો એ કચરાથી
ઓછો હતો જે અનુષ્કાના મોઢેથી નીકળ્યો હતો.આ કચરો વિરાટ કોહલીના કચરાથી
ભરેલા દિમાગ કરતા ઓછો હતો, જેણે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો.

અરહાન બાદ તેની માતાએ પણ ‘વિરુષ્કા’ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું
કે સફાઈના નામે આ પ્રકારે સસ્તી પ્રસિદ્ધિ મેળવી તે ખૂબ નિમ્ન કક્ષાનું
છે. તમે પોતાની ફેન ફોલોઈંગ વધારવા માટે મારા દીકરાને ખરાબ ચિતર્યો છે.

તમને જાણીને નવાઈ લાગશે કે અરહાન સિંહ કોઈ સામાન્ય માણસ નથી, પણ
બોલિવૂડની અનેક ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે.

અરહાન સિંહે ફિલ્મ ઈંગ્લિશ બાબુ દેસી મેમમાં શાહરુખ ખાન સાથે કામ કર્યુ
હતું. તેણે ઈન્સ્ટાગ્રામ પર શાહરુખ સાથેનો ફોટો પણ શેર કર્યો છે.

અત્યારે અરહાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે
છે અને સાથે ફેશન ડિઝાઈનર પણ છે. મીડિયા રિપોર્ટ અનુસાર અરહાને શેખર સુમન
સાથે સુપરહિટ TV શૉ દેખ ભાઈ દેખમાં પણ કામ કર્યું છે.