રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સૂકાની વિરાટ કોહલીએ ઇન્ડિયન પ્રીમિયર લીગની કરિયરમાં 5000 રન પૂર્ણ કરી લીધા છે. આ સિદ્ધી મેળવનાર વિરાટ કોહલી બીજો ક્રિકેટર છે. કોહલીએ ગુરૂવારે બેંગ્લુરૂમાં એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની સામે આ સિદ્ધી નોંધવી હતી. આ મેચમાં પહેલા તેમને 46 રનની જરૂર હતી. તો વિરાટે જસપ્રીત બુમરાહના બોલમાં એક રન કરીને પાંચ હજાર રનનો ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. જોકે ત્યાર બાદ બુમરાહના બોલ પર હાર્દિક પંડ્યાન હાથે કેચઆઉટ થયો હતો.
વિરાટ અગાઉ આ સ્થાને પહોંચનારો સુરેશ રૈના પ્રથમ ક્રિકેટર છે. રેના એ આ સિઝનમાં પ્રથમ મેચમાં બેંગ્લોર સામે આઇપીએલમાં 5000 રન પૂરા કર્યા હતા. રેનાએ 177મી તેની આઇપીએલ મેચમાં આ કિર્તીમાન સ્થાપિત કર્યો હતો. રૈનાના નામે આઇપીએલમાં 5034 રન નોંધાયા છે.
પોતાના 165માં આઇપીએલ રમી રહેલો કોહલી આ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. મુંબઇના સૂકાની રોહિત શર્મા આઇપીએલમાં સૌથી વધુ રન કરનારા ક્રિકેટરના લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. તેણે 175 રનમાં 4,555 રન કર્યાં છે. 30 વર્ષીય કોહલીએ આ વર્ષે ઓરેન્જ કેપ જીતી હતી.
