Cricket News: ભારતીય ટીમને બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. આ ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આગામી એક મહિના સુધી કોઈ ઈન્ટરનેશનલ મેચ રમવાની નથી. જ્યારે સ્થાનિક ક્રિકેટમાં 5 સપ્ટેમ્બરથી દુલીપ ટ્રોફી શરૂ થઈ રહી છે. આમાં રોહિત-વિરાટના રમવાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. જ્યારે પણ રોહિત શર્મા અને વિરાટ કોહલી ક્રિકેટ મેચ રમે છે ત્યારે ક્રિકેટ ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે. હવે આ બંને ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
રોહિત-વિરાટ દુલીપ ટ્રોફીમાં રમી શકે છે
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીના દુલીપ ટ્રોફીમાં રમવાની સંભાવના છે. પરંતુ હજુ એ સ્પષ્ટ નથી થયું કે તે પહેલી મેચ રમશે કે નહીં. ભારતીય પસંદગી સમિતિ ઈચ્છે છે કે તમામ ખેલાડીઓ દુલીપ ટ્રોફી માટે ઉપલબ્ધ રહે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, શુભમન ગિલ, કેએલ રાહુલ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવ 5 સપ્ટેમ્બરથી નવા ફોર્મેટમાં શરૂ થઈ રહેલી દુલીપ ટ્રોફીમાં રમી શકે છે.
ભારતીય ટીમે 10 ટેસ્ટ મેચ રમવાની છે
બાંગ્લાદેશ બાદ ભારતે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. આવી સ્થિતિમાં પસંદગીકારો આગામી 10 ટેસ્ટ મેચોની લાઇન-અપ વિશે પણ વાત કરી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ભારતને બાંગ્લાદેશ સામે સ્પિન ફ્રેન્ડલી પિચો મળી શકે છે. આ કારણોસર જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. થોડા સમય પહેલા, બીસીસીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમામ રાષ્ટ્રીય ખેલાડીઓએ પોતાને ઘરેલુ ક્રિકેટ માટે ઉપલબ્ધ કરાવવું પડશે.
અજીત અગરકરની પેનલ દુલીપ ટ્રોફી ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ચાર ટીમો – ઈન્ડિયા A, ઈન્ડિયા B, ઈન્ડિયા C અને ઈન્ડિયા D – પસંદ કરશે. તેનું આયોજન લીગ ફોર્મેટમાં કરવામાં આવશે. જેનું સમાપન 22 સપ્ટેમ્બરે થશે. બાંગ્લાદેશ સામેની શ્રેણી 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. દુલીપ ટ્રોફીની આ સિઝનની પ્રથમ મેચ બેંગલુરુના મેદાન પર રમાશે. Cricbuzz અનુસાર, કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને આ વાતની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી
આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસ્યો વરસાદ…
