Ahmedabad/ સાયન્સ સીટીની મુલાકાત બની સસ્તી, હવે માત્ર આટલા રૂપિયા જ ખર્ચ કરવા પડશે

સામાન્ય રીતે સાયન્સ સીટીના તમામ સ્થળ જોઈએ તો અંદાજે 900 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. પરંતુ હવે ચાલુ દિવસમાં કોમ્બો ઓફર શરુ કરી છે.

Top Stories Ahmedabad Gujarat
સાબરકાંઠા 1 સાયન્સ સીટીની મુલાકાત બની સસ્તી, હવે માત્ર આટલા રૂપિયા જ ખર્ચ કરવા પડશે

અમદાવાદમાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કૉંગેસના ઉદ્ઘાટનમાં હાજરી આપવા પહોંચેલા જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી હતી. અને જણાવ્યું હતું કે સાયન્સ સીટી ખાતે ઘણા ઇનોવેશન કરવામાં આવ્યા છે. છેલ્લા 6 મહિનામાં 5 લાખથી વધારે લોકોએ સાયન્સ સીટીની મુલાકાત લીધી છે. જેને લઈને સરકારે નિર્ણય કર્યો છે કે, સામાન્ય રીતે સાયન્સ સીટીના તમામ સ્થળ જોઈએ તો અંદાજે 900 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. પરંતુ હવે ચાલુ દિવસમાં કોમ્બો ઓફર શરુ કરી છે. જે અંતર્ગત સાયન્સ સીટી 490 રૂપિયામાં જોવા મળશે. તો શનિ અને રવિવારે તેમજ જાહેર રજાના દિવસે 699 રૂપિયામાં સાયન્સ સીટી જોઈ શકાશે. વધુને વધુ લોકો મુલાકાતે આવે માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

  • સાયન્સ સીટીને લઇને શિક્ષણમંત્રીની જાહેરાત
  • સાયન્સ સીટીમાં શરુ કરાઇ કોમ્બો ઓફર
  • સા.સીટીના તમામ સ્થળ જોવાનો ખર્ચ ઘટાડાયો
  • ચાલુ દિવસમાં 490 રૂ. જોવા મળશે. સા.સીટી
  • રજાના દિવસોમાં રૂ.699 માં જોવા મળશે

અમદાવાદના સાયન્સ સિટી ખાતે આજથી ચાર દિવસ માટે 29મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી છે. વર્ચ્યુઅલ માધ્યમથી શરૂ થયેલી આ કોન્ફરન્સમાં દેશ વિદેશ અને રાજયના 658 બાળ વૈજ્ઞાનિકો પોતાના સંશોધનો રજૂ કરશે. 500થી વધુ શિક્ષકો તેમજ રાષ્ટ્રીય સલાહકાર સમિતિના સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા છે.

ભારત સહિત અન્ય દેશના 15 વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. શિક્ષણ તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતુ વાઘણીએ આ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. વધુમાં જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે 29મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતને યજમાન બનાવવા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને વડાપ્રધાન મોદીનો આભાર માનું છું. વર્ચ્યુઅલી દેશભરમાંથી 658 વિદ્યાર્થી અને 18 ગલ્ફ કન્ટ્રીમાંથી ભાગ લીધો છે. અગાઉ દસ હજાર વિદ્યાર્થીએ ભાગ લીધો તેમાંથી 23ની પસંદગી થઇ છે. આજથી નાના બાળ સાયન્ટિસ્ટ તેમના પ્રયોગ દેશ સમક્ષ રજૂ કરી તેના માટે મુખ્યમંત્રીએ પણ શુભકામના આપી છે. સવા 5 લાખ વિદ્યાર્થી જોડાયા તેના માટે વિજય નહેરાને અભિનંદન આપું છું.

વિશ્લેષણ / સમાજમાં એવી ઘણી મહિલાઓએ છે જેમણે બુરખા કે ઘૂમટાની હદ વટાવી અને દેશ-દુનિયામાં નામ રોશન કર્યું

સાબરકાંઠા / ઘરફોડ તથા મંદિર ચોરી સાથે સંકળાયેલ ગેંગ ઝડપાઇ, 25 થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો

Life Management / ઘર સળગતું જોઈ પિતા ગભરાઈ ગયા, ત્યારે જ પુત્રએ આવીને એવી વાત કરી કે તેની ચિંતા દૂર થઈ

સીતામઢી / દેવી સીતાના મંદિરમાં છે ચાંદીના દરવાજા, અહીં થયો હતો જન્મ, હવે 251 મીટરની પ્રતિમા સ્થાપિત થશે

Life Management / રાજાએ પંડિતજીના પુત્રને મૂર્ખ કહ્યો, સત્ય જાણીને પંડિતજીને નવાઈ લાગી… પછી શું થયું?