Gujarat Election/ રાજકોટમાં પોસ્ટલ બેલેટથી પોલીસકર્મીઓનું મતદાન શરૂ,ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

પાેલીસ હેડ કવાર્ટસમાં મતદાન કરવામાં આવી રહ્યું છે. મતદાન હાલ શરૂ થઇ ગયું છે. પોસ્ટલ બેલેટથી પોલીસકર્મીઓ મતદાન કરી રહ્યા છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
પોસ્ટલ બેલેટથી
  • રાજકોટમાં આજે પોલીસકર્મીઓનું મતદાન
  • પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મતદાન શરૂ
  • ચૂંટણીમાં તૈનાત રહેનાર કર્મીઓનું મતદાન
  • પોસ્ટલ બેલેટથી પોલીસકર્મીઓનું મતદાન

ગુજરાતમાં પોસ્ટલ બેલેટથી મતદાનની શરૂઆત થઇ ગઇ છે, રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે, આ પહેલા જે સરકારી કર્મીઓ હોય તેનું પોસ્ટલ બેલેટથી મતદાન થતું હોય છે. રાજકોટથી મતદાન અંગે મોટા સમાચારા સામે આવી રહ્યા છે. રાજકોટમાં આજે પાલીસકર્મીઓ મતદાન કરી રહ્યા છે.ચૂંટણીમાં તૈનાત કર્મીઓ મતદાન કરી રહ્યા છે. પાેલીસ હેડ કવાર્ટસમાં મતદાન કરવામાં આવી રહ્યું છે. મતદાન હાલ શરૂ થઇ ગયું છે. પોસ્ટલ બેલેટથી પોલીસકર્મીઓ મતદાન કરી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કાનું મનતદાન 1 ડિસેમ્બર યોજાવવાનું હોવાથી હાલ બેલેટ મતદાન પોલીસ કર્મીઓ કરી રહ્યા છે. પોલીસ કર્મીઓ મતદાન કરવા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.આગામી 15મી વિધાનસભામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા ચૂંટણીના સમીકરણો બદલાઈ ગયા છે, હવે સત્તાપક્ષ પણ હાલ ખુબ પ્રચાર માધ્યમમાં ઉતરી ગઇ છે અને રાષ્ટ્રીયના દિગ્ગજ નેતાઓ રાજ્યમાં પ્રચાર કરવા આવી રહ્યા છે.

નોંધનીય છે કે રાજ્યમાં પહેલી અને પાંચમી ડિસેમ્બરે ચૂંટણી યોજાવવાની છે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થવાનો છે, આજે નરેન્દ્ર મોદીની રાજ્યમાં 3 મહા સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતમાં ભાજપ માટે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારની કામગીરીમાં જોતરાયેલા છે. રાજ્યમાં ચૂંટણીની બાગડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  3 શહેરોંમાં ચૂંટણી સભા સંબોધશે.સુરત મુકામે રોડ શો પણ યોજવાના છે.ગુજરાતમાં ભાજપનું શાસન છેલ્લા 27 વર્ષથી છે, આ વખતે આમ આદમી પાર્ટીની રાજ્યમાં એન્ટ્રી થતા સમીરરણો બદલાઇ શકે તેવા હોવાના લીધે ભાજપે મેગા પ્રચારની રણનીતિ બનાવીને એકશન મોડ પર જોવા મળી રહી છે. વડાપ્રધાન આજે બપોરે ભરૂચના નેત્રંગમાં સભા સંબોધશે, આ ઉપરાંત તે ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે પણ સભા સંબોધશે. અને છેલ્લે સુરતના વરાછા ખાતે પણ જાહેર સભા સંબોધશે.

Gujarat Election/વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 3 જાહેર સભા સંબોધશે,જાણો આ શહેરમાં રોડ શો