Not Set/ ફરી પ. બંગાળમાં યુવતી પર ગેંગરેપ કર્યા બાદ જીવંત સળગાવી દેવાઇ, ત્રણની ધરપકડ

દેશમાં રેપ અને ગેંગરેપનાં પ્રમાણમાં તો વધારો જોવામાં આવી જ રહ્યો છે, પરંતુ તેથી પણ વધુ આઘાત જનક બાબતએ છે કે, નરાધમો દ્વારા ગેંગરેપ કરાયા બાદ યુવતીને જીવંત સળગાવવાની ઘટનામાં પણ ઉત્તરોતર વધારો જોવામાં આવી રહ્યો છે. પોતાનું પાપ છુપાવવા નરાધમો પીડિત અને નિસહાય યુવતીને જીવંત સળગાવવા જેવા હેવાનીયત ભરેલા કૃત્યો કરતા પણ ખચકાતા નથી. […]

India
Gangrape ફરી પ. બંગાળમાં યુવતી પર ગેંગરેપ કર્યા બાદ જીવંત સળગાવી દેવાઇ, ત્રણની ધરપકડ

દેશમાં રેપ અને ગેંગરેપનાં પ્રમાણમાં તો વધારો જોવામાં આવી જ રહ્યો છે, પરંતુ તેથી પણ વધુ આઘાત જનક બાબતએ છે કે, નરાધમો દ્વારા ગેંગરેપ કરાયા બાદ યુવતીને જીવંત સળગાવવાની ઘટનામાં પણ ઉત્તરોતર વધારો જોવામાં આવી રહ્યો છે. પોતાનું પાપ છુપાવવા નરાધમો પીડિત અને નિસહાય યુવતીને જીવંત સળગાવવા જેવા હેવાનીયત ભરેલા કૃત્યો કરતા પણ ખચકાતા નથી. આવી જ ઘટના પ.બંગાળમાં પણ બની હતી, જો કે, પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ તમામ આરોપીને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે અને મંગળવારે આ આરોપીઓને કોર્ટમાં પણ રજૂ કરી દેવામાં આવ્યા હતા.

પશ્ચિમ બંગાળનાં દક્ષિણ દિનાજપુર જિલ્લામાંથી આ ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે, જેણે ફરી એકવાર હૈદરાબાદના વેટરનરી ડોક્ટર સાથેની ગત વર્ષે નવેમ્બરમાં તેને સામુહિક બળાત્કાર બાદ જીવંત સળગાવી દેવાની ઘટનાને ફરી તાજી કરી દીધી છે. રવિવારે, 18 વર્ષીય યુવતી પર ગેંગરેપ થયો હતો અને ત્રણ લોકોએ તેને જીવતા બાળી નાખી હતી.

કુમારગંજ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, “આ ઘટના માટે અમે 20 થી 22 વર્ષની વયની ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. વધુ તપાસ કરવામાં આવી રહી છે. ” આરોપીઓની ઓળખ મહેબૂબ મિયાં, ગૌતમ બર્મન અને પંકજ બર્મન તરીકે થઈ છે. પ્રારંભિક તપાસમાં મહેબૂબનું યુવતી સાથે અફેર હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે જણાવ્યું કે રવિવારે મહેબૂબે યુવતીને કહ્યું કે તે તેને સાથે સાંજના પાંચ વાગ્યે મળ્યા હતા. પછી પંકજ અને ગૌતમ પણ પાછળથી આવ્યા હતા. ત્રણેયે મળીને આશરે ચાર કલાક સુધી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે પીડિતા બેભાન થઈ ગઈ હતી, ત્યારે આરોપીએ રાત્રે તેના પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. કુમારાગંજના ધારાસભ્ય તોરાફ હુસેન મંડલે કહ્યું- “આરોપીઓની સોમવારે રાત્રે ધરપકડ કરવામાં આવી છે. આ તમામને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.