Election/ વડાલી ધારાસભ્ય હિતુ કનોડિયાના કાર્યાલયમાં ઉડયા સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા

@જય સુરતી,સાબરકાંઠા, મંતવ્ય ન્યુઝ સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારના દિવસે ભાજપની ઇડર-વડાલી તાલુકાની જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયત સીટ ના ઉમેદવારોની યાદી જાહેર થયા પછી બીજ દિવસે જ્યારે ભાજપના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ ના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધવા ઇડર પ્રાંત ઓફિસ જાય તે પહેલા બધા ઉમેદવારોને ઇડર-વડાલી ધારાસભ્ય હિતુ કનોડિયા ના કાર્યાલય પર બોલાવવામાં […]

Ahmedabad Gujarat
IMG 20210213 WA0017 વડાલી ધારાસભ્ય હિતુ કનોડિયાના કાર્યાલયમાં ઉડયા સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા

@જય સુરતી,સાબરકાંઠા, મંતવ્ય ન્યુઝ

સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારના દિવસે ભાજપની ઇડર-વડાલી તાલુકાની જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયત સીટ ના ઉમેદવારોની યાદી જાહેર થયા પછી બીજ દિવસે જ્યારે ભાજપના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ ના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધવા ઇડર પ્રાંત ઓફિસ જાય તે પહેલા બધા ઉમેદવારોને ઇડર-વડાલી ધારાસભ્ય હિતુ કનોડિયા ના કાર્યાલય પર બોલાવવામાં આવ્યા હતા પછી ત્યાંથી ઇડર-વડાલી ધારાસભ્ય,ઉમેદવારો અને કાર્યકરો એકસાથે ઉમેદવારોની ઉમેદવારી નોંધાવવા પ્રાંત ઓફિસ પહોંચી ઉમેદવારી નોંધાવી હતી.

પરંતુ ચોંકાવનારી વાત તો એ છેકે ઇડર-વડાલી ધારાસભ્ય હિતુ કનોડિયા ભૂલી ગયા કે કોરોના જેવા ભયાનક અને જીવલેણ રોગ ની મહામારી સમગ્ર દેશમાં ચાલી રહી છે અને તેમણે લાઈફલાઈન કોવિડ હોસ્પિટલની બાજુમાં આવેલ પોતાના કાર્યાલય આગળ ઉમેદવારો અને કાર્યકર્તા ઓની ભીડ એકઠી કરી સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાવી કોરોનાને આમંત્રણ આપતા હોય તેમ ભાનભુલી ભીડ વચ્ચે માસ્ક વગર નજરે પડ્યા હતા.ધારાસભ્યએ માસ્ક ન પહેરવા બાબતે ઇડર-વડાલી ધારાસભ્ય હિતુ કનોડિયા ના પી.એ. રમેશ પરમાર ને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીના માહોલ માં બધેજ આવુ ચાલુ રહ્યું છે અને સી.આર. પાટીલ પણ નથી પહેરતા. ઇડર-વડાલી ધારાસભ્ય હિતુ કનોડિયાના કાર્યાલય આગળના એકત્રિત ભીડ ના દૃશ્યો જોયાબાદ લોકમુખે ચર્ચાઈ રહ્યું છેકે  કાયદા,નિયમો અને દંડ માત્ર ને માત્ર સામાન્ય લોકો માટેજ હોય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ