Rajkot News/ રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દીવાલ તૂટી પડી! વિકાસનાં લીરેલીરા ઉડ્યા

થોડા સમય અગાઉ ભારે વરસાદમાં રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કેનોપી તૂટી ગઈ હતી. જ્યારે હવે મોડી રાત્રે રન-વેની બોર્ડર પરની 15 ફૂટની દીવાલ ધરાશાયી થઈ જતાં લોકોમાં જીવ બચાવવા નાસભાગ મચી જવા પામી છે. એક વર્ષ અગાઉ એટલે કે 27 જુલાઈ, 2023ના રોજ બનેલા હીરાસર (Hirasar Airport)

Top Stories Gujarat Breaking News

Rajkot News: રાજકોટ (Rajkot) આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (International Airport) વધુ એક વખત વિવાદમાં આવી ગયું છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કેનોપી (Canopy) બાદ દીવાલ ઘરાશાયી (Wall) (Collapsed) થઈ જતા ભ્રષ્ટાચાર (Corruption) આંખે ઉડીને વળગે તેવો દેખાઈ રહ્યો છે. 15 ફૂટ ઊંચી દીવાલ વરસાદમાં જમીનદોસ્ત થતાં એરપોર્ટ ઓથોરિટીની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

થોડા સમય અગાઉ ભારે વરસાદમાં રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કેનોપી તૂટી ગઈ હતી. જ્યારે હવે મોડી રાત્રે રન-વેની બોર્ડર પરની 15 ફૂટની દીવાલ ધરાશાયી થઈ જતાં લોકોમાં જીવ બચાવવા નાસભાગ મચી જવા પામી છે. એક વર્ષ અગાઉ એટલે કે 27 જુલાઈ, 2023ના રોજ બનેલા હીરાસર (Hirasar Airport) એરપોર્ટના નિર્માણમાં કેટલો બધો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હશે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. દીવાલ ધરાશાયી થઈ જતાં લોકોને વરસાદ વચ્ચે જીવ બચાવવની મુસીબત ઊભી થઈ ગઈ હતી. કોઈ જાનહાનિ થઈ નથી તેથી તંત્ર કદાચ નિશ્ચિંત થયું છે, પણ પ્રજા નહીં.

જરા વિચારો! 15 ફૂટ ઊંચી દીવાલ પડતાં કોઈનો જીવ ગયો હોત તો મૃતકના જીવની જવાબદારી કોણ લેતુ? એરપોર્ટ ઓથોરિટી, કોન્ટ્રાક્ટરોએ રૂપિયા 2654 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા એરપોર્ટ માટે કેટલો ગુણવત્તાયુક્ત માલસામાનનો ઉપયોગ કર્યો હશે તે અંગે લોકો વિચારવા મજબૂર બન્યા છે. માહિતી મુજબ
દીવાલનો મોટો ભાગ ધરાશાયી થઈ જતાં મોટો ભાગ વરસાદમાં વહી ગયો હતો અને આ દીવાલ તૂટતાંની સાથે જ બાજુમાં જ આવેલી ખેડૂતના ખેતરોમાં પણ નુકસાન પહોંચ્યું હતું.

2600 કરોડથી વધુના ખર્ચે બનેલું એરપોર્ટ, રનવે પણ હવે સલામત રહ્યું નથી. હવે એરપોર્ટ ઓથોરિટી (Airport Authority) મુસાફરોને (Passenger) સુરક્ષિત રાખવા કયા પગલા લે છે તે જોવું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટ હીરાસર એરપોર્ટ નવા કાયમી ટર્મિનલના બાંધકામની વધુ એક સમયમર્યાદા ચૂક્યું

આ પણ વાંચો:ગુજરાતીઓને અમદાવાદના એરપોર્ટ પર વહેલા આવવા તાકીદ

આ પણ વાંચો:ફ્લાઇટમાં મુસાફરો સાથે ઝઘડો, CISF જવાનોએ માર્યો થપ્પડ, મહારાષ્ટ્રના એરપોર્ટ પર મહિલાનું હાઇપ્રોફાઇલ ડ્રામા