કચ્છ/ ગંગાજળ જોઈએ છે ? એ પણ શુદ્ધ તો હવે હરિદ્વાર જવાની જરૂર નથી …

લોકોને ધાર્મિક વિધિ માટે ગંગાજળ સરળતાથી મળી રહે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા તમામ પોસ્ટ ઓફિસ ખાતે ગંગાજળનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

Gujarat Others
rahul gandhi 13 ગંગાજળ જોઈએ છે ? એ પણ શુદ્ધ તો હવે હરિદ્વાર જવાની જરૂર નથી ...

આગામી સમયમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે ઉપરાંત સાતમ આઠમ, ગણેશોત્સવ ,નવરાત્રિ ,દિવાળી સહિતના અનેકવિધ તહેવારો આવી રહ્યા છે. ત્યારે આ પવિત્ર તહેવાર દરમિયાન લોકો પૂજા પાઠ સહિતના અનેક ધાર્મિક કાર્યો કરતા હોય છે જેમાં પવિત્ર ગંગાજળ ની જરૂરિયાત રહેતી હોય છે.

લોકોને ધાર્મિક વિધિ માટે ગંગાજળ સરળતાથી મળી રહે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા તમામ પોસ્ટ ઓફિસ ખાતે ગંગાજળનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં પણ પોસ્ટ ઓફિસ દ્વારા ગંગાજળનું વેંચાણ શરૂ કરાયું છે.  કોરોના ના કારણે છેલ્લા બે વર્ષથી ગંગાજળનું વેચાણ બંધ હતું.  પરંતુ હવે ફરી પાછું શરૂ કરવામાં આવ્યું છે.

છેલ્લાં બે વર્ષથી ગંગાજળનું વેચાણ બંધ હતું કારણકે કોરોના મહમારીને લીધે ગંગાજળનો નવો સ્ટોક આવ્યો ન હતો. પરંતુ હવે હેડ પોસ્ટ ઓફિસમાં પણ ગંગાજળનો સ્ટોક ઉપલબ્ધ થતા દરેક તાલુકા લેવલ તેમજ ગ્રામ્ય લેવલની પોસ્ટ ઓફિસમાં પણ ગંગાજળનો સ્ટોક પહોંચતો કરાયો છે. આ ગંગાજળની બોટલની કિંમત 30 રૂપિયા રાખવામાં આવી છે. પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટ કે.એમ.દેસાઈએ જણાવ્યું કે ગંગાજળના વેંચાણ અંગે અહીંના લોકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 133 જેટલી બોટલોનું વેંચાણ કરવામાં આવ્યું છે અને ભુજની હેડ ઓફિસ ખાતેથી 59 જેટલી બોટલોનુ વેંચાણ કરવામાં આવ્યું છે.

હવે ખૈર નથી / ભારતનો પ્રથમ સ્વદેશી એરક્રાફટ જહાજ વિક્રાંત દુશ્મના દાંત ખાંટા કરવા તૈયાર

UK Neavy / રહસ્યમય સંજોગોમાં અપહરણ કરાયેલ UKનું જહાજ ઓમાનના અખાતમાં છોડી દેવામાં આવ્યું

Tokyo Olympic / સેમિફાઇનલમાં ભારતીય મહિલા હોકી ટીમની હાર, હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે મુકાબલો