ચોરી/ સુરતમાં તેલના ડબ્બા ચોરાઇ જતાં ફરિયાદ નોધાઇ

ખાધતેલના ડબ્બાની ચોરી થતાં ફરિયાદ નોંધાઇ

Gujarat
oil સુરતમાં તેલના ડબ્બા ચોરાઇ જતાં ફરિયાદ નોધાઇ

તેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. મોઘવારીએ માઝા મૂકી છે જેના લીધે સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે.ખાધતેલના ભાવ વધતાં તેલના ડબ્બાની પણ ચોરી હવે થવા લાગી છે. સુરતમાં 20 જેટલા ખાદ્ય તેલના ડબ્બા ચોરાઈ જતા ચકચાર મચી હતી. જોકે, સુરત અમરોલી પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ દાખલ થઈ છે. જ્યારે ટેમ્પામાં મુકેલા 56,800 રૂપિયાના તેલના ડબ્બા ચોરી થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અમરોલીના મહાદેવ મંદિરની બાજુમાં એક આઈસર ટેમ્પામાંથી રૂપિયા 56,800 રૂપિયાની કિંમતના 20 જેટલા નાના-મોટા ખાદ્ય તેલના ડબ્બાની ચોરી થતા અમરોલી પોલીસે તપાસ શરૂ કરી છે.અમરોલી રઘુવીર સોસાયટીમાં રહેતા રાધે મનુભાઈ બ્રહ્મભટ્ટ ટ્રાન્સપોર્ટનું કામ કરે છે. રાતે  આઈસર ટેમ્પામાં અશ્વિન વનસ્પતિ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના 20 જેટલા ખાદ્ય તેલના ડબ્બા આવેલા હતા. તે દરમિયાન આ ખાદ્ય તેલના ડબ્બા સંગ્રહ કરેલા હતા. કોઈ અજાણ્યો ચોર ટેમ્પામાંથી 56,800 રૂપિયાની કિંમતના 20 જેટલા તેલના ડબ્બાઓ ચોરી કરી ફરાર થઈ ગયો હતો આ અંગે અમરોલી પોલીસ મથકમાં ટ્રાન્સપોર્ટના મેનેજર રાકેશ બ્રહ્મભટ્ટે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી