Not Set/ પક્ષીની આંખની વિવિધતા અને કાબેલિયત, જેટલો અભ્યાસ કરશો તેટલી રસપ્રદ માહિતી તેમાંથી સતત બહાર આવ્યા કરે છે

માણસની આંખ મુખ્યત્વે ત્રણ રંગ જોઈ શકે છે, લાલ, લીલો અને વાદળી એટલે કે ત્રણ રંગના આધારે અને સમન્વયના કારણે બીજા રંગ જોઈ શકે છે એટલે કે માણસની આંખ ત્રિરંગી હોય છે જયારે પક્ષીની આંખ લાલ, લીલો, વાદળી અને યુવી/અલ્ટ્રાવાયલેટ એમ ચાર રંગ અને તેના સમન્વયના કારણે ઘણા વિવિધ રંગ અને રંગોનો સમૂહ જોઈ શકે છે,

India Trending
rupani 5 પક્ષીની આંખની વિવિધતા અને કાબેલિયત, જેટલો અભ્યાસ કરશો તેટલી રસપ્રદ માહિતી તેમાંથી સતત બહાર આવ્યા કરે છે

@જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
કુદરતમાં નાનામોટા અસંખ્ય જીવ છે અને દરેકમાં અકલ્પનિય વિવિધતા અને કાબેલિયત ભરેલી છે. એટલી બધી વિવિધતા છે કે વિવિધતા છે કે માણસ વિચારતો જ રહ્યા કરે કે હવે શું, હવે શું, ને હવે કેવો હવે કેવું અઢળક ખજાનો જાણવા મળશે. જેટલો અભ્યાસ કરશો તેટલી રસપ્રદ માહિતી તેમાંથી સતત બહાર આવ્યા કરે છે.

jagat kinkhabwala પક્ષીની આંખની વિવિધતા અને કાબેલિયત, જેટલો અભ્યાસ કરશો તેટલી રસપ્રદ માહિતી તેમાંથી સતત બહાર આવ્યા કરે છે

અહીં વાત છે પક્ષીઓની, પક્ષીઓમાં માણસ કરતાં પણ ચડિયાતું એક અંગ છે અને તે છે પક્ષીની આંખ.

વિવિધ પ્રકારના પક્ષીને તેમના શરીરની રચનામાં ચોક્કસ જગ્યાએ કુદરત આંખ આપેલી છે. પક્ષીની આંખ પોતાની રક્ષા એટલેકે સાવચેતી, ખોરાકની જરુરીયાત, દિશાતંત્રની પરખ અને પોતાના જોડીદારને પારખવા માટે સુડોળ શરીરમાં પક્ષીને કુદરતે ચોક્કસ જગ્યાએ આંખ આપેલી હોય છે. માણસ કરતાં પક્ષી ચોક્કસ વધારે સચોટ, સારું અને તીક્ષ્ણ રીતે જોઈ શકે છે. જેટલા રંગ માણસને દેખાય છે કે કરતાં તેમને ઘણા વધારે અને આકર્ષક રંગ પક્ષીઓને હોય છે અને તે વિવિધ પક્ષીઓ એકબીજામાં જોઈ શકે છે. માણસને નરી આંખે પક્ષીના રંગ દેખાય છે અને ખરેખર પક્ષી ને જે રંગ હોય છે તે જુદા હોય છે એટલેકે માણસને જુદા રંગ દેખાય છે અને પક્ષી ને જુદા રંગ દેખાય છે.

rupani પક્ષીની આંખની વિવિધતા અને કાબેલિયત, જેટલો અભ્યાસ કરશો તેટલી રસપ્રદ માહિતી તેમાંથી સતત બહાર આવ્યા કરે છે

પક્ષીઓમાં વિવિધ પ્રજાતિઓ હોય છે અને તેમાં એક પ્રજાતીની સંધ્યાકાળ પછી જાગૃત થતાં એટલે કે નિશાચર પક્ષીની હોય છે. આવા નિશાચર પક્ષીની જોવાની જરુરીયાત દિવસના પક્ષી કરતાં જુદી હોય છે. તેવી રીતે શહેરી વસવાટી પક્ષીઓ અને પરદેશથી સ્થળાંતર કરતા પક્ષીઓની આંખોની રચના હમેશા જુદી જુદી હોય છે કારણકે સમય અને સ્થળ પ્રમાણે તેઓની જુદી જુદી જરૂરિયાત હોય છે.

માનવી માટે એવું કહેવાય કે માનવીને મનમાં શું ચાલે છે તે સમજવું હોય તો માનવીની આંખમાંથી માનવીની લાગણી અને તેનો હેતુ એટલે કે ઇન્ટેન્શન વાંચી શકાય છે અને તેના થકી તેના હૃદય સુધી પહોંચી શકાય છે. પક્ષીની આંખને બીજા પક્ષી વાંચી અને સમજી શકે છે. બીજું પક્ષી વાંચીને સમજી શકે છે કે બીજું પક્ષી ત્રાટક રીતે જોઈ રહ્યું છે કે સામાન્ય રીતે જોઈ રહ્યું છે. આ તફાવત પક્ષી વાંચીને સમજી શકે છે તેવી શોધ સંશોધનથી થઈ ચુકી છે. પક્ષીની આંખ અને માનવીની આંખમાં એક બીજો મોટો તફાવત છે. પક્ષીની આંખના શંકુમાં માણસ કરતાં એક વધારે રંગકોષ હોય છે. કેમેરાના લેન્સની ઉપર ફિલ્ટર ઉપર લગાવ્યું હોય અને ફિલ્ટર ઉપર એક ટપકું મુકો તો તે કેમેરામાં કેવી રીતે દેખાય તેવું કામ પક્ષીઓ માટે આ વધારાના રંગકોષનું કાર્ય હોય છે. તે રંગ કોષના કારણે પક્ષી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ જોઈ શકે છે અને તે કારણે જે રંગ માણસને કોઈ વસ્તુમાં નથી દેખાતા તે રંગ પક્ષીને સામાન્ય સંજોગોમાં હંમેશા દેખાય છે.

rupani 1 પક્ષીની આંખની વિવિધતા અને કાબેલિયત, જેટલો અભ્યાસ કરશો તેટલી રસપ્રદ માહિતી તેમાંથી સતત બહાર આવ્યા કરે છે

પક્ષીઓમાં એક વિવિધતા રહેલી પક્ષીની આંખો શરીરના પોતાના કદના પ્રમાણમાં કરતા થોડીક મોટી હોય છે અને આંખોની હલનચલન ઓછી હોય છે. પક્ષીની આંખમાં એક વિવિધતા એવી હોય છે કે બંન્ને આંખો એક સમયે સાથે જ સાથે જ ફરે તેવું નથી પણ બંને આંખો સ્વતંત્ર રીતે જુદા જુદા કામ કરી શકે છે અને એકબીજાથી વિપરીત દિશામાં પણ કામ કરી શકે છે. પક્ષીને આંખો જે સ્થળે તેના મસ્તકમાં જે ભાગમાં આપવામાં આવેલી છે તેની પાછળ વૈજ્ઞાનિક કારણ હોય છે. દાખલા તરીકે જે પક્ષીને બે બાજુ, મસ્તકમાં ડાબી બાજુ અને જમણી બાજુ એમ બે બાજુ આંખો હોય તો તેનો ઉપયોગ શિકારી પક્ષીની ઉપર નજર રાખવા માટે વધારે થાય છે. ઘુવડ જેવા પક્ષીમાં આગળના ભાગમાં તેની આંખો હોય છે. આ રચના બાયનોક્યુલર ના વિજ્ઞાન/ ઉપયોગ જેવી હોય છે. આવી આંખોનો રચનાથી તે સામી બાજુએ પોતાના શિકારનું મારાં માટે અંતર સારી રીતે માપી શકે છે અને માટે આંખોની આવી રચના છે જે બીજા પક્ષીઓથી જુદી પડે છે. આવી આંખોની જોવાની શક્તિ બાયનોક્યુલર જેવી સચોટ અને તીક્ષ્ણ હોય છે.

rupani 2 પક્ષીની આંખની વિવિધતા અને કાબેલિયત, જેટલો અભ્યાસ કરશો તેટલી રસપ્રદ માહિતી તેમાંથી સતત બહાર આવ્યા કરે છે

માણસ પોતાની નરી આંખે જ્યારે પક્ષીને જુએ અને પછી નર પક્ષી છે કે માદા પક્ષી છે તે ઓળખવું સહેલું નથી, તેવા ખાસ કરીને સ્થળાંતર કરતા વિવિધ ૧૮૬ જાતના પક્ષીના અભ્યાસમાં એવું તારણ નીકળ્યું કે માણસને તે બંને નર પક્ષી અને માદા પક્ષી ભલે એકસરખા દેખાતા હોય પરંતુ પક્ષીઓની અલ્ટ્રાવાયોલેટ વ્યાપના કારણે ૮૨ ટકાનો તફાવત હોય છે અને તે કારણે અને માદા પક્ષી એકબીજાના રંગભેદને બહુ સ્પષ્ટતાથી પોતાની આંખની ક્ષમતાના કારણે આગવી રીતે જોઈ શકે છે જે માણસ નથી જોઈ શકતો. હકીકતમાં માણસ જોઈ નથી શકતો તે બધા વિવિધ રંગ પક્ષીઓને એકબીજામાં નરી આંખે સ્પષ્ટ દેખાય છે. આ કારણે તેઓ એકબીજાને નર પક્ષી તરીકે અને માદા પક્ષી તરીકેનો તફાવત જોઈ શકે છે. લગભગ ૮૨ % પક્ષીમાં સામાન્ય રીતે નર પક્ષી છે કે માદા પક્ષી છે તે ઓળખ માણસ નરી આંખે નથી જોઈ શકતો અને તેને લગભગ સરખાજ દેખાય છે પણ હકીકતે બંને વચ્ચે મોટો તફાવત હોય છે.

rupani 3 પક્ષીની આંખની વિવિધતા અને કાબેલિયત, જેટલો અભ્યાસ કરશો તેટલી રસપ્રદ માહિતી તેમાંથી સતત બહાર આવ્યા કરે છે

સ્થળાંતર કરતા પક્ષીઓ એટલે કે માઇગ્રેટરી બર્ડ્સના પક્ષીને શરીરની રચના સામાન્ય પક્ષી કરતાં જુદી હોય છે. સ્થળાંતર કરતાં પક્ષીના શરીરની રચનામાં તેમની આંખનું પ્રભુત્વ ઘણું વધારે રહેલું છે. તેમની આંખમાં પૃથ્વીના મેગ્નેટિક વેવ્સ એટલે કે પૃથ્વીના ચુંબકીય મોજા અને રાત્રિના આકાશના તારા, ચંદ્ર અને બીજા સંકેતો તેમની આંખની વિશિષ્ટ રચનાના કારણે જોઈ અને સમજી શકે છે અને તેનાથી દિશા માર્ગ અને દિશા પરખ તેઓ કરી શકે છે. સ્થળાંતર કરતાં પક્ષી ઊગતા અને આથમતા ક્ષિતિજને જોઈ પોતાના ઉડાનની દિશા સચોટ રીતે નક્કી કરે છે એટલે કે જ્યારે સૂર્ય ઊગે અને ચંદ્ર ઊગે તે પ્રમાણે એ ક્ષિતિજને જોઈ એને ખ્યાલ આવે છે કે તેઓ કઈ દિશામાં જઈ રહ્યાં છે અને તેમને કઈ દિશામાં જવાનું છે આ બધી વાતોનો સમન્વય ભેગો કરો તેમને દિશા માર્ગ મળી રહે છે.

rupani 4 પક્ષીની આંખની વિવિધતા અને કાબેલિયત, જેટલો અભ્યાસ કરશો તેટલી રસપ્રદ માહિતી તેમાંથી સતત બહાર આવ્યા કરે છે

પક્ષીઓની વાયોલેટ એટલે કે (VS) અને અલ્ટ્રાવાયોલેટ એટલે કે (UVS) એ પક્ષીની પક્ષીને દિશાસૂચન કરવામાં અને વૃક્ષમાં કે ગીચ ઝાડીમાં ચપળતાપૂર્વક તેમને ફરવું હોય તેના માટે એમની આંખની આ રચના કામમાં આવે છે. લગભગ 3D વિઝન અને રંગ જોઈ શકે છે. માણસને જે પાંદડું લગભગ લીલું દેખાય છે તે પક્ષીને 3D માં જે હોય છે તે જુદા જુદા રંગમાં દેખાય છે અને તે પ્રમાણે પક્ષીની નજર પોતાની ચહલ પહલ નક્કી કરી શકે છે અને વગર તકલીફે ઉડતા રહે છે. ઘણા પક્ષીઓની જરૂરિયાત અને ખાસિયત હોય છે કે એક પાંદડું હોય તેની નીચેના ભાગમાં ઈયળ કે પતંગિયાના ઈંડા ચબરાક આંખે જોઈને શોધી કાઢે છે જે તેનો ખોરાક છે અને તેના માટે ધાડ પાડે છે. આ એમની આંખની વિશિષ્ટ રચનાને કારણે શક્ય બને છે.

rupani 6 પક્ષીની આંખની વિવિધતા અને કાબેલિયત, જેટલો અભ્યાસ કરશો તેટલી રસપ્રદ માહિતી તેમાંથી સતત બહાર આવ્યા કરે છે

કેટલાંક પ્રકારના પક્ષીઓની જુદા પ્રકારની વિવિધતા અને કાબેલિયત તમે જાણો છો કે સમડી, ગરૂડ કે ગીધ જેવા ખૂબ ઊંચે ઊડતાં પક્ષીઓ ને છેક જમીન પર સોથી હજાર ફૂટથી વધારે કરતાં અંતરે પણ તેઓ નરી આંખે એક નાના જીવ જેવાકે સાપ, નોળીયા, સસલા, પક્ષીના બચ્ચાને પણ એટલે ઊંચેથી તેમની આંખ શોધી કાઢે છે અને તેને શિકાર કરી નાખે છે આ કેવી રીતે કરી શકે છે.

rupani 7 પક્ષીની આંખની વિવિધતા અને કાબેલિયત, જેટલો અભ્યાસ કરશો તેટલી રસપ્રદ માહિતી તેમાંથી સતત બહાર આવ્યા કરે છે

પક્ષીને જીવન જીવવા માટે સૌથી વધારે અગત્યનું અંગ અને ઇન્દ્રિય હોય તો તે તેની આંખ છે. એનું કારણ એ છે કે તેનું આખું જીવનતંત્ર એ એની આંખ ઉપર નભે છે જેના કારણે તેનું જીવન જીવી શકે છે. પક્ષીને મુખ્યત્વે બે પાંપણ હોય છે જ્યારે ત્રીજી અને પારદર્શક પાપણો એક હાલતું ચાલતું આંખનો પટલ હોય છે અને તે હલતું પટલ તેની આંખનું રક્ષણ કરે છે જે તેનું મુખ્ય કામ છે. પક્ષીની આંખ એક દૂરબીનની જેમ તેમને કોઇપણ વસ્તુનું ચોક્કસ અંતર માપવાની ક્ષમતા આપે છે તેમની આંખ માણસની આંખની જેમ ખોલ બંધ નથી થતી પરંતુ તે ઉપરાંત તેમને ત્રીજી પાંપણ હોય છે જે આડી સપાટીએ/ હોરીઝેન્ટલ ફરીને / મોટરકારના વાઈપરની જેમ કાચની ઉપર ફરી જેમ વાઈપર પાણીને સાફ કરે તેવી રીતે તે ત્રીજી પાંપણ કામ કરે છે.

rupani 8 પક્ષીની આંખની વિવિધતા અને કાબેલિયત, જેટલો અભ્યાસ કરશો તેટલી રસપ્રદ માહિતી તેમાંથી સતત બહાર આવ્યા કરે છે

માણસની આંખ મુખ્યત્વે ત્રણ રંગ જોઈ શકે છે, લાલ, લીલો અને વાદળી એટલે કે ત્રણ રંગના આધારે અને સમન્વયના કારણે બીજા રંગ જોઈ શકે છે એટલે કે માણસની આંખ ત્રિરંગી હોય છે જયારે પક્ષીની આંખ લાલ, લીલો, વાદળી અને યુવી/અલ્ટ્રાવાયલેટ એમ ચાર રંગ અને તેના સમન્વયના કારણે ઘણા વિવિધ રંગ અને રંગોનો સમૂહ જોઈ શકે છે, જે પક્ષીઓની દ્રષ્ટિમાં મુખ્ય તફાવત પડે છે અને તે વિશિષ્ટ કાબેલિયત કુદરતે આપેલી છે.

Bird's Eye Perspective | Harvard Medical School

શિકાર અને શિકારી બંને એકબીજાની નજર કેવી રીતે પારખે? જ્યારે શિકારી પક્ષી શિકારને જોવાનો પ્રયત્ન કરે ત્યારે તેની આંખમાં જે મારકતા દેખાય તે કારણે નીચે રહેલું વાંચીને પોતે સાવધ થઈ જાય છે અને પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરે છે.

A Simple Aspect that can Make or Break Your Bird Photograph - Nature  Photography Simplified

વિવિધ પક્ષીઓનો જુદા જુદા પ્રકારના અભ્યાસ થયેલા છે તેમાંથી એક વાત એવું તારણ બહાર આવ્યું છે કે જે સમયે માણસની નજર વૈયા પક્ષીના ખોરાકની તરફ હોય તો વૈયા પક્ષી તે ખોરાક માણસના ભયના માર્યા ખાતા નથી અને તેટલા જ અંતરે રહેલું પક્ષી જો માણસની નજર ખોરાક તરફ ન હોય તો વૈયા પક્ષી તે ખોરાક સારી રીતે ખાઈ લેશે.

A Simple Aspect that can Make or Break Your Bird Photograph - Nature  Photography Simplified

આમ વિવિધ રીતે જોતાં પક્ષીની આંખ તેના જીવનમાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે. જેટલું જાણીએ તે ઓછું છે અને જાણીને અચંબિત થવાય તેવી આ કુદરત છે.

(ફોટોગ્રાફ્સ: આભાર અને સૌજન્ય ગુગલ. અભ્યાસ વિવિધ પુસ્તક અને સંશોધન અને  સેજલ. શાહ ડેનિયલ)
આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ. સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો