UK Job/ IELTSની જફા વગર યુકે જવું છે, હાલમાં છે જબરદસ્ત તક

IELTSની જફા વગર યુકે જવું છે તો તેના માટે જબરદસ્ત તક છે. ફક્ત કામ કરવા માટે યુકે જવા માંગતા ભારતીયો માટે યુકેની સરળ વિઝા સ્કીમ બેલેટ 16 જુલાઈથી શરૂ થઈ ચૂકી છે.

India Trending

નવી દિલ્હીઃ IELTSની જફા વગર યુકે જવું છે તો તેના માટે જબરદસ્ત તક છે. ફક્ત કામ કરવા માટે યુકે જવા માંગતા ભારતીયો માટે યુકેની સરળ વિઝા સ્કીમ બેલેટ 16 જુલાઈથી શરૂ થઈ ચૂકી છે. ભારતીયોને યુકે સરકાર બે વર્ષની રહેવા અને કામ કરવાની મંજૂરી આ સ્કીમ હેઠળ આપી રહી છે. આ સ્કીમમાં બેલેટ ડ્રો સિસ્ટમના આધારે વિઝા માટે પસંદગી થાય છે.

યુકે સરકારની ભારતીયો માટે યુકે યંગ પ્રોફેશનલ્સ સ્કીમ છે. આ બેલેટ વર્ષમાં બે વખત માર્ચ અને જુલાઈમાં ખુલે છે. આ સ્કીમ માત્ર બેથી ત્રણ દિવસ માટે જ ખૂલે છે. અને બાદમાં 90 દિવસની અંદર વિઝા અંગે નિર્ણય જાહેર થાય છે. ભારતીયો 3થી 3.50 લાખના ખર્ચે યુકેના વર્ક વિઝા મેળવી શકે છે. વિઝા મળ્યા બાદ છ મહિનાની અંદર યુકેમાં પ્રવેશ કરવો જરૂરી છે.

એપ્લિકેશન ચાર્જ

એપ્લિકેશન કરવા માટે 298 પાઉન્ડ ફી ચૂકવવાની રહેશે. હેલ્થકેર સરચાર્જ પેટે 1552 પાઉન્ડ અને 2530 પાઉન્ડની અંગત બચત બતાવવાની રહેશે. એપ્લિકેશન રિજેક્ટ થવા પર કોઈ ફી રિફંડ મળશે નહીં.

 લાયકાત

અરજદાર પાસે માન્ય પાસપોર્ટ હોવો જોઈએ, તેમજ ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. 18થી 30 વર્ષ સુધીના યુવાનો આ સ્કીમ હેઠળ અરજી કરી શકે છે. જેના માટે 2530 પાઉન્ડનું બેન્ક બેલેન્સ હોવુ પણ જરૂરી છે. એપ્લિકેશન બાદ ટીબીનો રિપોર્ટ, પોલીસ વેરિફિકેશન જેવા ડોક્યુમેન્ટ્સ પણ અપલોડ કરવાના રહેશે.

અરજી

ઉમેદવારે વિઝા માટે અરજી કરતાં પહેલા ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમમાં અપ્લાય કરવાનું રહેશે. બેલેટમાં નામ, જન્મ તારીખ, પાસપોર્ટ વિગતો, પાસપોર્ટનો સ્કેન કરેલો ફોટો, ફોન નંબર, ઈમેઈલ એડ્રેસ રજૂ કરવાનું રહેશે. આ વેબસાઈટ https://apply-to-visit-or-stay-in-the uk.homeoffice.gov.uk/dashboard/landing-page/new/YMS_BALLOT પરથી બેલેટમાં ભાગ લઈ શકાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં વૈભવી ગણાતો પશ્ચિમ વિસ્તાર સામાન્ય વરસાદથી પાણીમાં ગરકાવ

આ પણ વાંચો: આગામી 48 કલાક ગુજરાત માટે ભારે! હવામાન વિભાગનું પૂર્વાનુમાન

આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસ: આરોગ્ય મંત્રી બોલ્યા ગભરાશો નહીં