@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ -અમદાવાદ
શહેરના પૂર્વ વિસ્તારના વોન્ટેડ આરોપી ઈકબાલ બાટલી ને પકડવામાં આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ ઈકબાલ બાટલી નો આતંક દિવસેને દિવસે વધી રહ્યો હતો. ત્યારે તેના વધી રહેલા આતંક ને ડામવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તેની શોધખોળ હાથ ધરી. અરે આખરે ઈકબાલ બાટલી પોલીસના સકંજામાં આવી ગયો છે.
Gujarat: મહેસાણાના ઉનાવા ગામે ખેતરમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ ઈકબાલ બાટલી વિરુદ્ધ બાપુનગરમાં નાર્કોટિક્સ નો કેસ દાખલ થયો હતો. તે સમયથી ઈકબાલ બાટલી પોલીસ પકડથી બહાર છે. બાદમાં તાજેતરમાં બે દિવસ પહેલાં જ ઈકબાલ બાટલી ગોમતીપુર હાથીજણ સર્કલ પાસેથી પસાર થતો હોવાની ડીસીપી ઝોન-5ના સ્કોડને બાતમી મળી હતી. જેથી પોલીસ તને ત્યાં પકડવા પહોંચી પરંતુ તમે પોલીસ પર જીવલેણ હુમલો કરી દીધો. પોતાની કાર પુરપાટ ઝડપે હંકારી પોલીસ કર્મચારીને મારી નાખવાની કોશિશ કરી. જે બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હત્યા ની કોશિષનો ગુનો નોંધાયો. અને પછી માથાભારે એક બાટલી ને શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી અને તમામ એજન્સીઓએ પકડવાની કવાયત તેજ કરી. જેમાં ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસ ના આધારે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી ઘનિષ્ટ કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ: ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, બેંગલુરુથી ટેકનીશીયન ટીમ આવી પહોંચી.
ઈકબાલ બાટલીના ગુનાહિત ઇતિહાસ ની વાત કરવામાં આવે તો અગાઉ તેણે પ્રોહીબીશન, મારામારી, નશીલા પદાર્થોની હેરાફેરી, તથા હત્યાની કોશિષ જેવા અનેક ગંભીર ગુનાઓને અંજામ આપેલો છે. અમદાવાદ શહેર પોલીસ છેલ્લા ઘણા સમયથી માથાભારે ઈકબાલ બાટલી ની શોધખોળ માં હતી. જેમાં બાધવી માતા ની સાથે જ એક બાર બાટલી ને શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે અને તમે કરેલ અપરાધોના મૂળ સુધી પહોંચવા તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
