Vadodara News: વડોદરા (Vadodara) શહેર પોલીસમાં કાર્યરત પોલીસ કર્મચારીઓના (Police Officer) રહેઠાણ માટે પ્રતાપનગર હેડક્વાર્ટર અને અકોટા પોલીસ લાઇન ખાતે લગભગ 65 કરોડ રૂપિયાના ખર્ચે 9 ઇમારતો (Building) બનાવવામાં આવી છે, પરંતુ પોલીસકર્મીઓને મકાનની ફાળવણી ન કરાતા હજારો રૂપિયાનું ભાડું ભરીને રહેવા મજબૂર થયા છે.

વડોદરા શહેરમાં આવેલ પ્રતાપનગરમાં 7 બિલ્ડીંગોમાં આવેલા 336 આધુનિક સુવિધાઓથી સજ્જ મકાનોનું બાંધકામ કરવામાં આવ્યું છે. બીજી તરફ અકોટા પોલીસલાઈનમાં અંદાજે 72 મકાન બનીને તૈયાર થયા છે. 8 મહિનાથી પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં મકાનની ફાળવણી ન કરાતાં પોલીસ કર્મચારીઓને 6 થી 8 હજારમાં ભાડેથી મકાન લઈ રહેવું પડે છે. ઓછો પગાર ધરાવતા પોલીસ કર્મીઓને ભાડેથી રહેવા જતાં ઘર ખર્ચ, બાળકોની શાળાની ફી ભરવી, વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

તો બીજી બાજુ બંધ આવાસમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. શહેર પોલીસ માત્ર નામની હોય તેમ ખાલી ઘરોમાં કબ્જો જમાવી દીધો હોય તેવા દ્શ્યો જોવા મળ્યાં છે. ડીસીપી એડમિને જણાવ્યું હતું કે પ્રતાપનગર અને અકોટામાં બનેલા મકાનોમાં હજુ પણ થોડું કામ બાકી છે. અમે આ અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડને જાણ કરી દીધી છે. પોલીસકર્મચારીઓને જલ્દીથી સુવિધાયુક્ત મકાન મળે તેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો:અમદાવાદમાં ફોરચ્યુનર કારે બે પોલીસ કર્મચારીઓને ઢસડ્યા
આ પણ વાંચો:અમદાવાદ પોલીસ કમિશ્નરે 1543 પોલીસ કર્મચારીઓની કરી બદલી
આ પણ વાંચો:ખેડાના પોલીસ કર્મચારીએ ખાલી પાસપોર્ટ ક્લીયરન્સ સર્ટિ. આપવા માંગી જંગી લાંચ
