Kheda News/ ખેડાના પોલીસ કર્મચારીએ ખાલી પાસપોર્ટ ક્લીયરન્સ સર્ટિ. આપવા માંગી જંગી લાંચ

ખેડાના પોલીસ કર્મચારીએ ખાલી પાસપોર્ટ ક્લીયરન્સ સર્ટિફિકેટ જારી કરવાના બદલામાં 40 લાખ રૂપિયાની જંગી લાંચની માંગ કરી છે. આ પાંચ લાખ રૂપિયા લેવા જતાં રંગે હાથ ઝડપાયેલા એક પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે.

Gujarat Others Breaking News

Kheda News: ખેડાના પોલીસ કર્મચારીએ ખાલી પાસપોર્ટ ક્લીયરન્સ સર્ટિફિકેટ જારી કરવાના બદલામાં 40 લાખ રૂપિયાની જંગી લાંચની માંગ કરી છે. આ પાંચ લાખ રૂપિયા લેવા જતાં રંગે હાથ ઝડપાયેલા એક પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે.

ખેડા જિલ્લાની એસપી ઓફિસના લોકલ ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં ASI તરીકે ફરજ બજાવતા ભરતગીરી ગોસ્વામીએ જેની પાસેથી લાંચ માગી હતી તેના ઘરે જઈને 8 ઓગસ્ટના રોજ પાંચ લાખ રૂપિયા સ્વીકાર્યા હતા અને ત્યારે જ એન્ટી કરપ્શન બ્યૂરોએ તેને ઝડપી લીધો હતો.

આ સમગ્ર કેસની વિગતો કંઈક એવી છે કે નડિયાદનો એક યુવક વર્ષોથી અમેરિકામાં રહે છે, અને તાજેતરમાં જ તેનો પાસપોર્ટ ખોવાઈ જતાં તેણે ઈન્ડિયન એમ્બસીમાં નવા પાસપોર્ટ માટે એપ્લિકેશન કરી હતી. પાસપોર્ટ ઈસ્યૂ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે અમેરિકા સ્થિત ઈન્ડિયન એમ્બસીએ ખેડા પોલીસ પાસેથી ક્લીયરન્સ સર્ટિફિકેટ માગ્યું હતું, જેની ફાઈલ ASI ભરતગીરી ગોસ્વામી પાસે આવી હતી. જોકે, જે કામ ભરતગીરીએ મફતમાં કરી આપવાનું હતું તે જ કામ માટે તેણે પાસપોર્ટ એપ્લિકન્ટના પિતા પાસેથી 40 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી.

આ વાત તેનો પુરાવો છે કે ભારતમાં દરેક કામ માટે કેટલા રૂપિયા લાગે છે. તેમા પણ એનઆરઆઈ હોય તો તો પછી લાંચની રકમ પણ મોટી થઈ જાય છે. હવે વિચાર કરો પાસપોર્ટ અમેરિકામાં ખોવાયો, તેના માટે પાસપોર્ટ ક્લીયરન્સનું કામ ખેડામાં એકપણ રૂપિયા વગર કરવાનું હતુ, હવે આવા સાવ મફતના કામના પોલીસ કર્મચારીએ 40 લાખ રૂપિયા માંગ્યા તે બતાવે છે કે એક જ ઝાટકામાં તે જાણે આખી જિંદગીની કમાણી કરવા માંગતો હતો. હવે આ પ્રકારની પદ્ધતિ હોય ત્યાં પછી ભારત ક્યાંથી ઊંચું આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….

આ પણ વાંચો:રાજકોટ SOGએ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું

આ પણ વાંચો:આદિવાસી મ્યુઝિયમમાં જ આદિવાસી યુવાનને માર મરાયો, એકનું મોત