Rajkot News/ રાજકોટમાં પાણી વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા, પાણીના નમૂના ફેઇલ

રાજકોટમાં મિનરલ વોટરનું વેચાણ કરતા વિક્રેતાને ત્યાં રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાંથી 49માંથી 39 બ્રાન્ડના નમૂનાઓ ફેઈલ થયા હતા.

Gujarat Rajkot

Rajkot news આજે ખાનપાનમાં ઘણી બધી ભેળસેળ થાય તેના સમાચાર અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે રાજકોટમાં મિનરલ વોટરના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય તેવો કિસ્સો સામે આવ્યો છે. લોકો આકરી ગરમીમાં ઠંડા પાણીનો ઉપયોગ કરતા હોય છે. બોટલનું પાણી પીને ઠંડક મેળવવાનો પ્રયાસ કરતા હોય છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટમાં મિનરલ વોટરનું વેચાણ કરતા વિક્રેતાને ત્યાં રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાંથી 49 જેટલા સેમ્પલ લઈને તપાસ્યા હતા. જેમાંથી 49માંથી 39 બ્રાન્ડના નમૂનાઓ ફેઈલ થયા હતા. મિનરલ વોટર વેચતા વિક્રેતાઓ પાણીની શુદ્ધતા ન જાળવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું જણાયું હતું.

આરોગ્ય વિભાગે કહ્યું કે, પાણીના નમૂના ફેઇલ થતા વિક્રેતા સામે ધોરણસરના પગલા લેવામાં આવશે. તેમજ વિક્રેતાને મિનરલ વોટર ન વેચવા જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરાના IPL ક્રિકેટર શિવાલિક શર્મા પર લાગ્યો દુષ્કર્મનો આરોપ, જોધપુરમાં નોંધાઈ FIR

આ પણ વાંચો:રાજકોટમાં ચાલુ બસમાં તરૂણી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર

આ પણ વાંચો:અમદાવાદમાં પ્રેમ સંબંધને લજવતો કિસ્સો, મિત્રએ યુવતી સાથે દુષ્કર્મ કરી પૈસા પડાવ્યાં