telangana news/ બેટિંગ એપ મામલે સાઉથના 25 સેલિબ્રિટી અને ઈન્ફ્લુએન્સર્સ વિરૂદ્ધ નોંધાઈ FIR

આ ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન  કાયદા અને નિયમોનું સીધું ઉલ્લંઘન કરે છે.

Trending Entertainment
Image 2025 03 20T124922.007 બેટિંગ એપ મામલે સાઉથના 25 સેલિબ્રિટી અને ઈન્ફ્લુએન્સર્સ વિરૂદ્ધ નોંધાઈ FIR

Telangana News: તેલંગાણા પોલીસે (Telangana Police) રાણા દગ્ગુબાટી, પ્રકાશ રાજ, વિજય દેવેરાકોંડા અને મંચુ લક્ષ્મી સહિત લગભગ 25 સેલિબ્રિટી (Celebrity) અને ઈન્ફ્લુએન્સર્સ (Influencers) સામે FIR નોંધી છે. તેમના પર ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશનો (Betting App)ને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેલંગાણા પોલીસે જેમની સામે FIR નોંધાવી છે તેમાં 6 ટોલીવુડ (Tollywood) સ્ટાર્સનો પણ સમાવેશ થાય છે.

Police issue notices to celebrities in betting app investigation

સૂત્રો મુજબ, રાણા દગ્ગુબાતી, મંચુ લક્ષ્મી, નિધિ અગ્રવાલ, વિજય દેવેરાકોંડા અને પ્રણિતા સુભાષ અને અન્ય 18 સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સટ્ટાબાજી (બેટિગ)ની એપ્લિકેશનોનો પ્રચાર કરી રહ્યા હતા. લગભગ એક અઠવાડિયા પહેલા પંજાગુટ્ટા પોલીસે 11 ફિલ્મ હસ્તીઓ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સામે કેસ નોંધ્યા હતા. જેમાં ઇમરાન ખાન, હર્ષ સાઈ, ટેસ્ટી તેજા, કિરણ ગૌડ, વિષ્ણુ પ્રિયા, શ્યામલા, રીતુ ચૌધરી, બંડારુ શેષાયની સુપ્રીથા, અજય, સની અને સુધીરનો સમાવેશ થાય છે, જેમણે સટ્ટાબાજીની એપ્લિકેશનને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો.

Betting app case: Hyderabad cops to track organisers, check influencers'  finances

પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન  કાયદા અને નિયમોનું સીધું ઉલ્લંઘન કરે છે. ખાસ કરીને, 1867ના સાર્વજનિક રીતે જુગાર કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આના કારણે લોકોમાં જોખમી રીતે ઓછા સમયમાં પૈસા કમાવવાની વૃત્તિ વધી છે અને આ પ્રકારનું વર્તન સમાજને નુકસાન પહોંચાડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહાદેવ એપના કિંગપિન સૌરભ ચંદ્રાકરની દુબઈમાં અટકાયત, 10 દિવસમાં ભારતમાં લાવવામાં આવશે

આ પણ વાંચો:મહાદેવ બેટિંગ કૌભાંડનો રેલો ગુજરાતના ક્રિકેટ સટ્ટા સુધી પહોંચ્યો

આ પણ વાંચો:7800 કરોડના સટ્ટાબેટિંગ કૌભાંડમાં ચાર મોટા બુકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા