North Korea South Korea War/ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે યુદ્વના એંધાણ, દરિયામાં દરિયામાં અંધાધૂંધ ગોળીબાર

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેની દુશ્મનાવટ કોઈનાથી છુપી નથી. હવે તાજેતરની ઘટનાઓને કારણે બંને દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે

Top Stories World
11 12 ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે યુદ્વના એંધાણ, દરિયામાં દરિયામાં અંધાધૂંધ ગોળીબાર

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેની દુશ્મનાવટ કોઈનાથી છુપી નથી. હવે તાજેતરની ઘટનાઓને કારણે બંને દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં જ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે દરિયામાં ગોળીબાર થયો હતો, જે બાદ સ્થિતિ તંગ બની ગઈ છે. તણાવની સ્થિતિને જોતા બંને દેશોએ પીળા સમુદ્રમાં પોતાની નેવીને એલર્ટ કરી દીધી છે. દક્ષિણ કોરિયાની સેનાના જણાવ્યા અનુસાર, ઉત્તર કોરિયાના એક પેટ્રોલિંગ જહાજે પીળા સમુદ્રમાં બળજબરીથી ઉત્તર બોર્ડર લાઇનને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

દક્ષિણ કોરિયાના યુદ્ધ જહાજે ચેતવણીના ગોળીબાર કર્યા અને ઉત્તર કોરિયાના પેટ્રોલિંગ જહાજને પીછેહઠ કરવાની ફરજ પડી. તે જ સમયે, તાનાશાહ શાસક કિમ જોંગ ઉનના દેશ ઉત્તર કોરિયાના સતત મિસાઈલ પરીક્ષણોને કારણે બંને દેશોમાં તણાવની સ્થિતિ છે. જ્યારે કિમ જોંગે અમેરિકા સાથે દક્ષિણ કોરિયાના દાવપેચ પર પાડોશી દેશને ચેતવણી આપી છે.

ક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું કે અમે ઉત્તર કોરિયાના પેટ્રોલિંગ જહાજને ભગાડવા માટે ચેતવણીના ગોળીબાર કર્યા. આ સાથે અમે ચેતવણી પણ આપી છે. ઉત્તર કોરિયાએ શનિવારે (15 એપ્રિલ) ઉત્તરીય સરહદ રેખાનું ઉલ્લંઘન કર્યું હતું. સંયુક્ત ચીફ્સ ઑફ સ્ટાફે રવિવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે અમારા દળો ઉત્તર કોરિયાના પેટ્રોલિંગ જહાજોના NLL ના ઉલ્લંઘનને લગતી સંભવિત ઉશ્કેરણીઓની તૈયારીમાં દુશ્મનની હિલચાલ પર નજર રાખે છે. તેમણે કહ્યું કે દક્ષિણ કોરિયાની સેના આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે નિર્ણાયક યુદ્ધ માટે તૈયાર છે. મળતી માહિતી મુજબ તાનાશાહ કિમ જોંગ ઉનની સેનાની વધતી જતી સૈન્ય ગતિવિધિઓને લઈને તાજેતરના દિવસોમાં તણાવ વધી ગયો છે ત્યારે ઉત્તર કોરિયાના પેટ્રોલિંગ જહાજે દક્ષિણ કોરિયાની સરહદમાં ઘૂસણખોરી કરી છે. તમને જણાવી દઈએ કે ઉત્તર કોરિયાએ શુક્રવારે નવી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે.