T20 World Cup/ તોફાની બેટિંગનાં દમ પર વોર્નરે બતાવ્યો પોતાનો અનુભવ, સવાલ ઉઠાવનારને બેટથી આપ્યો જવાબ

ઓસ્ટ્રેલિયન ટીમનો ઓપનર ડેવિડ વોર્નર ટાર્ગેટનો પીછો કરવા ઉતર્યો હતો. વોર્નરે બેટિંગનો નજારો રજૂ કરતા 10 ચોક્કા ફટકાર્યા હતા. તેણે 42 બોલમાં 65 રન ફટકારીને ટીમની જીત આસાન બનાવી દીધી હતી.

Sports
ડેવિડ વોર્નર ધમાકેદાર બેટિંગ

T20 વર્લ્ડકપની 22મી મેચમાં ઓસ્ટ્રેલિયાનાં બેટ્સમેન ડેવિડ વોર્નરે એવું તોફાન મચાવ્યું કે બોલરો દંગ રહી ગયા. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – વિવાદ / શોએબ અખ્તરને શો માંથી બહારનો રસ્તો બતાવનાર એન્કરનો Video આવ્યા બાદ PTV નો મોટો નિર્ણય

ઓસ્ટ્રેલિયન ટીમનો ઓપનર ડેવિડ વોર્નર ટાર્ગેટનો પીછો કરવા ઉતર્યો હતો. વોર્નરે બેટિંગનો નજારો રજૂ કરતા 10 ચોક્કા ફટકાર્યા હતા. તેણે 42 બોલમાં 65 રન ફટકારીને ટીમની જીત આસાન બનાવી દીધી હતી. વોર્નરનું બેટ 15મી ઓવર સુધી તોફાન મચાવતું રહ્યું. બેક ટૂ બેક ચોક્કા મારી વોર્નરે 154 થી વધુનાં સ્ટ્રાઈક રેટથી રન બનાવી તેણે પોતાનો અનુભવ બતાવ્યો અને તેના પર સવાલ ઉઠાવનારાને બેટથી જવાબ આફ્યો હતો. કેપ્ટન એરોન ફિન્ચે 23 બોલમાં 5 ચોક્કા અને 2 છક્કાની મદદથી 37 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલ આ મેચમાં નિષ્ફળ રહ્યો હતો. તે માત્ર 5 રન બનાવી શક્યો હતો. બીજી તરફ સ્ટીવ સ્મિથે 26 બોલમાં 28 રન અને માર્કસ સ્ટોઇનિસે 7 બોલમાં 16 રન ફટકારીને 17મી ઓવરમાં જ ટીમને જીત અપાવી હતી.

https://www.instagram.com/reel/CVlGBdHFqzf/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – અભિનંદન / ક્રિકેટર દિનેશ કાર્તિક જોડિયા બાળકોના પિતા બન્યા,સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી

નોંધનીય છે કે, ડેવિડ વોર્નરને IPL 2021ની શરૂઆતથી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનાં ખરાબ પ્રદર્શનનો ભોગ બનવું પડ્યું હતું. તેને પહેલા સુકાની પદ પરથી હટાવી દેવામાં આવ્યો અને પછી તેને સતત પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો. આ પછી તેણે ટીમમાંથી ખસી જવાના સંકેત આપ્યા છે. T20 વર્લ્ડકપમાં વોર્નરનાં બેટથી તેના ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. IPL ની મેગા ઓક્શનને લઈને ડેવિડ વોર્નરે 28 ઓક્ટોબરે કહ્યું હતું કે, તે IPL ની 15મી એડિશનની હરાજીમાં નામ આપશે. વોર્નરનું કહેવું છે કે તે આ લીગમાં નવી શરૂઆત કરવા માંગે છે. તેણે સેન રેડિયો સ્ટેશનને આ વિશે જાણ કરી અને કહ્યું, તે ચોક્કસપણે તેનું નામ હરાજી પૂલમાં રાખશે કારણ કે સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા તેને ફરીથી જાળવી રાખવાની અપેક્ષા નથી.