Not Set/ માતાપિતા માટે આવ્યા ચેતવણીરૂપ સમાચાર, 12 વર્ષના બાળકે ૩ લાખ રૂ. ખર્ચીને કર્યું એવું કે..

આજના ટેકનોલોજી અને ઓનલાઈનના યુગમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે, તે જાણીને લોકો પણ ચકિત થઇ જાય છે અને એ સ્થિતિમાં મુકાઈ જાય છે કે પછી શું કરવું.

India
a 316 માતાપિતા માટે આવ્યા ચેતવણીરૂપ સમાચાર, 12 વર્ષના બાળકે ૩ લાખ રૂ. ખર્ચીને કર્યું એવું કે..

આજના ટેકનોલોજી અને ઓનલાઈનના યુગમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે, તે જાણીને લોકો પણ ચકિત થઇ જાય છે અને એ સ્થિતિમાં મુકાઈ જાય છે કે પછી શું કરવું. આ જ પ્રકારની એક ઘટના છત્તીસગઢના કાંકેર જિલ્લામાંથી સામે આવી છે, જ્યાં 12 વર્ષના દિકરાએ ઓનલાઇન બેટલ ગેમ રમવા માટે ૩ લાખ રૂપિયાના હથિયાર ખરીદ્યા હતા અને આ માટે છોકરાએ માતાના ફોનમાંથી 3 મહિનાના સમયગાળામાં 278 ટ્રાન્જેક્શન કર્યા હતા, જેના વિશે કોઇને જાણ ન થઇ કારણ કે ડેબિટ કાર્ડ માટે કોઇ ઓટીપી માંગવામાં આવ્યો ન હતો, જેમાં 25 જૂને ટીચરને તે જાણીને નવાઇ લાગી કે તેના ખાતામાંથી 3.2 લાખ રૂપિયા ગાયબ છે.

આ પણ વાંચો :ED ઓફીસ નહીં જાય અનિલ દેશમુખ, ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી નિવેદન નોંધવાની કરી માગ

આ ઘટના સામે આવ્યા બાદ હવે હવે એક સ્કૂલ ટીચરે 3.2 લાખ રૂપિયાના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ આ ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર, બાળકે કહ્યું કે તેના ગ્રુપમાં અન્ય બે બાળકો પણ હતાં જે આ ગેમ રમતા હતા અને શંકા છે કે તેમણે પણ લાખો રૂપિયાના હથિયાર ખરીદ્યા હતાં.

આ પણ વાંચો : 31 જુલાઈ સુધીમાં બધા રાજ્યોને ‘વન નેશન, વન રેશનકાર્ડ’ લાગુ કરવા જણાવાયું

આપને  જણાવી દઈએ કે, છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયથી દેશમાં કોરોના વાયરસ કાળ વર્તાવી રહ્યો છે અને આ કોરોના કાળમાં હવે સ્કૂલોના ઓનલાઇન ક્લાસિસ ચાલી રહ્યાં છે તેવામાં બાળકો પાસે સ્માર્ટફોન હોવો સામાન્ય બાબત બની ગઇ છે. ત્યારબાદ હવે પોલીસે વાલીઓને બાળકોને પોતાના શિક્ષણ દરમિયાન તેમની ઓનલાઇન ગતિવિધિઓ પર નજર રાખવાની અપીલ કરી છે.

આ પણ વાંચો :હાઇકોર્ટનો પ્રતિબંધ હોવા છતાં ઉત્તરાખંડ સરકારની નવી માર્ગદર્શિકા, ચારધામ યાત્રા 1 જુલાઈથી શરૂ થશે