Viral Video/ એક વાંદરાનો જીવ બચાવવા શખ્સે જે કર્યુ તે જોઇ તમારી આંખમાં આવી જશે પાણી, Video

તમિલનાડુનાં એક વ્યક્તિએ કૂતરાઓનાં હુમલા બાદ ઘાયલ વાંદરાનો જીવ બચાવ્યો છે. શખ્સ દ્વારા વાંદરાનો જીવ બચાવવાનો આ વીડિયો ભારતનાં ક્રિકેટર આર અશ્વિને શેર કર્યો છે.

Videos
માણસે બચાવ્યો વાંદરાનો જીવ

આજનાં ભાગ-દૌડથી ભરેલા યુગમાં કહેવાય છે કે, લોકો સ્વાર્થી બની ગયા છે અને કોઇને મદદ કરવામાં પણ આળસ બતાવે છે, પરંતુ અમે આજે તમને જે બતાવવા જઇ રહ્યા છીએ તે જોઇ તમે પણ કહેશો કે આજે પણ માનવતા જીવંત છે.

આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, આગામી દિવસોમાં હજુ વધશે ઠંડીનું જોર

સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો જોવા મળે છે, જેને જોઈને આપણે ખુશ થઈએ છીએ. ખાસ કરીને એવા વીડિયો જેમાં માણસ કોઇ જાનવરની મદદ કરતો હોય અથવા એક માણસ બીજા માણસની મદદ કરતો હોય. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમિલનાડુનાં એક વ્યક્તિએ કૂતરાઓનાં હુમલા બાદ ઘાયલ વાંદરાનો જીવ બચાવ્યો છે. શખ્સ દ્વારા વાંદરાનો જીવ બચાવવાનો આ વીડિયો ભારતનાં ક્રિકેટર આર અશ્વિને શેર કર્યો છે. તેણે પોસ્ટમાં કેપ્શન લખ્યું, “આશા છે.” વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે માણસે પહેલા વાંદરાની છાતીમાં પંપ લગાવ્યો, જ્યારે તેણે જોયું કે વાંદરો તેનો શ્વાસ ગુમાવી રહ્યો છે અને તેમાં કોઈ ખાસ સુધારો થયો નથી, તો તે વ્યક્તિએ વાંદરાને તેના મોં દ્વારા શ્વાસ આપવાનું શરૂ કર્યું. વાંદરો ભાનમાં આવતાં જ વ્યક્તિનો ચહેરો સ્મિતથી ચમકી ગયો અને તેણે પ્રેમથી વાંદરાને પોતાના હાથમાં લઈ લીધો.

આ પણ વાંચો – OMG! / શખ્સે કારનાં એન્જિનમાંથી બનાવ્યું Helicopter, ઉડાન જોઇ ચોંકી જશો

આ વીડિયો અગાઉ ભારતીય IFS ઓફિસર સુધા રેમને શેર કર્યો હતો. રેમને તે માણસને ભગવાન તરીકે વર્ણવ્યો, અને લખ્યું કે તેણે “8 મહિનાનાં વાંદરાને પુનર્જીવિત કર્યો” જેના પર કુતરાઓનાં જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “તેના ઝડપી પગલાએ આ નાના સાથીનો જીવ બચાવ્યો.” એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કૂતરાઓનાં કરડ્યા બાદ વાંદરો ઝાડ પર ચઢી ગયો હતો. કુતરાઓને ભગાડ્યા પછી, શખ્સે તેના ટૂ-વ્હીલર પર વાંદરાને વેટરનરી હોસ્પિટલ લઈ જવાનું શરૂ કર્યું. પરંતુ પછી જોયું કે વાંદરો તેના શ્વાસ ગુમાવી રહ્યું હતું. પછી તેણે તેના મોં દ્વારા શ્વાસ આપીને તેના જીવને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યુ અને અંતે તે સફળ પણ થયો.