Gujarat Weather/ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં પડશે માવઠું!

રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી છાંટાઓ પડશે.

Top Stories Gujarat

Gujarat Weather : હવામાન (Weather) નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન(Gujarat Weather)ને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદ(Unseasonal Rainfall)ની આગાહી કરી છે. રાજ્યમાં બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શકયતાઓ વર્ણાવી છે. પ્રથમ વખત 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની શકાયાતો વર્ણાવી છે.

Unseasonal rains in March damaged over 42,000 hectares of crops in Gujarat:  Govt | DeshGujarat

રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી છાંટાઓ પડશે. માર્ચ મહિનાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 થી 10 માર્ચ દરમિયાન ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. માર્ચ મહિનાથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, પોરબંદર અને કેશોદમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેમજ અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે ગાંધીનગર, અમદાવાદ, સુરતમાં લઘુત્તમ તાપમાન 20 સેલ્સિયસ નોંધાયું છે.

बेमौसम बारिश से परेशान इन दो राज्यों के किसान, अंगूर-गेहूं की फसल को नुकसान  - Farmers Crop destroyed due to rainfall rajasthan maharashtra grapes onion  sarso crops destroyed weather imd alert ...

આ ફેરફારને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડી (Cold) પડવાની શક્યતા છે. આગાહી બાદ, ખેડૂતો અને સામાન્ય લોકોને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. માવઠાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ખેડૂતોને તેમના પાકને બચાવવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આ આગાહીને ગંભીરતાથી લેતા, વહીવટીતંત્ર પણ સતર્ક થઈ ગયું છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. નાગરિકોને માવઠા દરમિયાન હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને સલામતી જાળવવા અપીલ કરવામાં આવી છે.

बेमौसम बारिश बनी आफत, किसानों को जबरदस्त नुकसान -


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, આગામી સપ્તાહ તાપમાન ઘટશે

આ પણ વાંચો:આગામી સપ્તાહ ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે, તાપમાનમાં કોઈ ફેરફાર નહીં

આ પણ વાંચો:હવામાનમાં ફેરબદલ; ભારે પવન ફૂંકાશે, કરા પડશે, બરફવર્ષા અને વરસાદની ચેતવણી