વાતાવરણમાં પલટો/ દિલ્હી-NCRમાં ભારે આંધી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક

રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને અનસીઆરના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ થતા લોકો રોમાંચિત થયા હતા. સાથે સાથે ગરમીથી લોકોને રાહત થઇ હતી.

Top Stories India
A 2 દિલ્હી-NCRમાં ભારે આંધી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક

રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને અનસીઆરના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ થતા લોકો રોમાંચિત થયા હતા. સાથે સાથે ગરમીથી લોકોને રાહત થઇ હતી. હવામાનમાં એકાએક પલટો આવ્યા બાદ વરસાદની શરૂઆત થઇ હતી.  દિલ્હી અને તેને અડીને આવેલા રાજ્યોમાં સોમવાર રાતથી મંગળવારની સવાર સુધી ભારે પવન ફુંકાતો રહ્યો હતો અને થોડા થોડા સમયે વરસાદ પણ વરસ્યો હતો. દિલ્હી પાસે આવેલા નોએડાના અનેક વિસ્તારોમાં અનેક કલાકો સુધી ધૂળની ડમરીઓ સાથે આંધી ફૂંકાઈ હતી અને પછી ભારે વરસાદના કારણે આખું શહેર ભીંજાઈ ગયું હતું.

આ પણ વાંચો :દેશમાં નવા કેસ કરતાં ડબલ રિકવરી નોંધાઈ, એક્ટિવ કેસ ઘટીને હવે 19 લાખ નીચે

દિલ્હીના અનેક વિસ્તારોમાં પણ ભારે પવનના કારણે મુખ્ય રસ્તા પરના ઝાડ ધરાશયી થઈ ગયા હતા. જોકે અનેક કલાક સુધી વરસાદ વરસવાના કારણે દિલ્હી-એનસીઆરનું વાતાવરણ આહ્લાદક થઈ ગયું છે. તાપમાનમાં ઘટાડાની સાથે જ બફારાવાળી ગરમીથી પણ રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી છે કે 2-3 જૂનના રોજ રાજધાનીના આકાશમાં વાદળો છવાવાની સાથે હળવો વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો :રામદેવે મારી પલટી, કહ્યુ- મારી લડાઈ ડોક્ટરો વિરુદ્ધ નહી, ડ્રગ માફીયાઓ વિરુદ્ધ

વરસાદ પણ થઇ શકે છે. અત્રે નોંધનીય છે કે હાલમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હાલમાં દિવસ કરતા રાતની ગરમી લોકોને વધારે હેરાન કરી રહી છે.

વાવાઝોડા અને પશ્ચિમી વિક્ષોભના કારણે દિલ્હીવાસીઓ માટે મે મહિનામાં મોસમ મહેરબાન રહ્યું હતું. આ કારણે જ મે મહિનામાં દિલ્હીનું સરેરાશ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વખતનો મે મહિનો દિલ્હીમાં 2008 બાદ સૌથી ઠંડો બની રહ્યો હતો. એટલું જ નહીં, પ્રચંડ ગરમી માટે પ્રખ્યાત દિલ્હીમાં આ વખતે મે મહિનામાં એક પણ વખત હીટ વેવનો સામનો નહોતો કરવો પડ્યો. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે જૂનના પહેલા સપ્તાહમાં પણ લૂની સંભાવના નથી.

આ પણ વાંચો :દેશના ઘણા રાજ્યો આજથી અનલોક, અનેક પ્રતિબંધોમાં રાહત

kalmukho str 28 દિલ્હી-NCRમાં ભારે આંધી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક