Ahmedabad News: લગ્નની કંકોત્રી આવે તો સ્વાભાવિક છે કે આપણે ઉત્સુકતાથી તેને ખોલીએ…પણ અમદાવાદમાં એક યુવકને મિત્રના નામે આવેલી લગ્નની કંકોત્રીની લિંક પર ક્લિક (Wedding Invitation Link Scam) કરવું ભારે પડી ગયું…એક ક્લિક કર્યું…મોબાઈલમાં APK ફાઈલ ઈન્સ્ટોલ થઈ…અને ત્યારબાદ બેંક એકાઉન્ટમાંથી સીધા રૂ.99 હજાર ઉપડી ગયા! હવે આ ઘટનાએ સાયબર ફ્રોડની નવી મોડસ ઓપરેન્ડી અંગે ચિંતા વધારી છે.
Wedding Invitation Link Scam: કંકોત્રી કે Cyber Trap?
આ ઘટના અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં રહેતા હસમુખ (Ahmedabad Cyber Fraud) મકવાણાની છે…હસમુખ ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરે છે…2 સપ્ટેમ્બરની રાત્રે તેઓ ઘરે મોબાઈલ જોઈ રહ્યા હતા. ત્યારે તેમના WhatsApp પર મિત્ર જગદીશના નામે લગ્નની કંકોત્રીની લિંક આવી…લિંક મિત્રના નામે હોવાથી હસમુખને કોઈ શંકા ગઈ નહીં…તેમણે લિંક પર ક્લિક કર્યું…અને અહીંથી શરૂ થયો આખો સાયબર ફ્રોડ.
લિંક ખોલતા જ મોબાઈલમાં એક પેજ ખુલ્યું….ત્યારબાદ મોબાઈલમાં APK ફાઈલ (APK File Scam) ઈન્સ્ટોલ થઈ ગઈ…APK એટલે Android Package Kit એન્ડ્રોઇડમાં એપ ઇન્સ્ટોલ કરવા માટેની ફાઈલ…પરંતુ આ ફાઈલ ક્યાંથી આવી અને તેમાં શું હતું, તેની જાણ હસમુખને નહોતી.ફાઈલ ઈન્સ્ટોલ થયા બાદ તેમને મોબાઈલમાં કંઈક શંકાસ્પદ થઈ રહ્યું હોવાની જાણ થઈ.તેમણે તરત પોતાના બેંક એકાઉન્ટની વિગતો તપાસી…અને સામે આવ્યું કે રૂ.99 હજારનું ટ્રાન્જેક્શન થઈ ચૂક્યું હતું.એટલે એક સામાન્ય લાગતી લગ્નની કંકોત્રીની લિંક…સીધી બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જવા સુધી પહોંચી ગઈ.
હસમુખે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ હવે WhatsApp પર આવેલી લિંક, APK ફાઈલ અને બેંક ટ્રાન્જેક્શનની વિગતો તપાસી રહી છે.સવાલ એ છે કે…મિત્રના નામે લિંક કોણે મોકલી? APK ફાઈલ પાછળ કોણ હતું? અને રૂ.99 હજાર ક્યાં ગયા? આ સવાલોના જવાબ તપાસ બાદ જ બહાર આવશે.
અમદાવાદના હસમુખ મકવાણાનો આ કિસ્સો એક વાત સ્પષ્ટ કરે છે…સાયબર ગઠિયાઓ હવે માત્ર OTP કે ફેક બેંક મેસેજ પૂરતા સીમિત નથી.લગ્નની કંકોત્રી જેવી સામાન્ય લાગતી વસ્તુનો ઉપયોગ કરીને પણ લોકોને ફસાવવાનો પ્રયાસ થઈ શકે છે.એટલે હવે WhatsApp પર આવતી દરેક લિંકને લઈને સાવધાન રહેવું જરૂરી છે.કારણ કે…કંકોત્રી ખોલવામાં નહીં, પણ તેની પાછળ છુપાયેલી લિંક પર ક્લિક કરવામાં ખતરો હોઈ શકે છે.
તો આવી છેતરપિંડીથી બચવા માટે સૌથી પહેલા…કોઈપણ અજાણી લિંક પર ઉતાવળમાં ક્લિક ન કરો.ખાસ કરીને લિંક મારફતે APK ફાઈલ ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવે તો સાવધાન રહો.મિત્રના નામે લિંક આવે તો પણ પહેલા તેને ફોન કરીને ખરાઈ કરી લો.અને જો ભૂલથી શંકાસ્પદ એપ ઇન્સ્ટોલ થઈ જાય અથવા ખાતામાંથી પૈસા ઉપડી જાય…તો તરત બેંકને જાણ કરો અને 1930 સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ કરો.
આ પણ વાંચો: પોર ગામના ખેડૂત સાથે ₹2.67 લાખની ઓનલાઈન ઠગાઈ, bob world એપ અપડેટ બાદ 10 ટ્રાન્ઝેક્શન
આ પણ વાંચો: પાલડીમાં ભુવાના નામે ઠગાઈ! વિધિના બહાને સોનાના દાગીના લઈ થયો રફુચક્કર
આ પણ વાંચો: ફ્રાન્સમાં નોકરીનું સપનું બતાવી આણંદના યુવક સાથે રૂ.9.50 લાખની ઠગાઈ, લાતવિયા મોકલી ખાલી હાથે પરત કર્યો
